આત્મનિર્ભર ભારત નિબંધ ગુજરાતી | આત્મનિર્ભર ભારત પર ગુજરાતી નિબંધ | આત્મનિર્ભર મારો દેશ ગુજરાતી નિબંધ | aatm nirbhar bharat essay in gujarati | આત્મનિર્ભર ભારત નિબંધ pdf.
Table of Contents
આત્મનિર્ભર ભારત નિબંધ ગુજરાતી | aatm nirbhar bharat essay in gujarati
આત્મનિર્ભર એક સકારાત્મક શબ્દ છે. કોઈ પણ વ્યક્તિ, પરિવાર, કે દેશ માટે આત્મનિર્ભર બનવું એ એક ગર્વની વાત છે. આત્મનિર્ભર ભારતને સ્વતંત્ર ભારત પણ કહેવા માં આવે છે. આત્મનિર્ભર ભારતનો દૃષ્ટિકોણ આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવા માં આવ્યો છે. આની પ્રથમવાર જાહેરાત 12 મી મે 2020 માં થઇ હતી.
આ જાહેરાતમાં તેમણે એક અદ્ભુત નવીન વાક્ય કહ્યું હતું. વોકલ For લોકલ (Vocal For Local) જેનો અર્થ થાય છે પોતાની જ બનાવટ વાપરો તેમજ તેનો ગર્વથી પ્રચાર કરો.

આત્મનિર્ભર ભારત થી આપણા દેશ માં નાના મોટા ઉદ્યોગો માં વધારો થશે. સરકાર દ્વારા નાના પાયાના વ્યાપારની વ્યાખ્યા માં પણ બદલાવ કરવામાઆવ્યો છે. આના થી દેશના લગભગ બધા જ વ્યવસાયી માં નોંધપાત્ર બદલાવ જોવા મળશે. આના માટે મહત્વના પાંચ મૂળભૂત સ્તંભ કહી શકાય એ છે. નાણાંકીય વ્યવસ્થા, માળખાકીય સુવિધા, વ્યવસ્થા, આઝાદી, અને લોકોની માંગ.
આત્મનિર્ભર ભારતનો મુખ્ય હેતુ આત્મવિશ્વાસ, અને આત્મસંતષ્ટી નો છે.આપણે નાની મોટી બધીજ વસ્તુઓ આપણા દેશમાં બનાવી સકિર્ય છીએ. આનું એક ઉદાહણ રૂપે જોઈએ તો કીરીના મહામારીના શુરૂઆતી તબક્કા માં આપણે પીપીઇ કિટ, સેનેટાઈઝર, અને ફેસ માસ્ક માટે સંપૂર્ણ તહ ચીન પર નિર્ભર હતા પણ આજે આ બધી વસ્તુ ના ઉત્પાદન માં આપણે બીજા નંબરે બહોળા પ્રમાણ માં ઉત્પાદન કરી રહ્યા છે.
આપણે બધા જાણીએ છીએ કે દેશ કોરોના વાયરસનાં ભયંકર મહમારીથી પસાર થાય છે. આ સંકટ આપણને આત્મનિર્ભર બનવાની તક આપે છે.
એપણ ફક્ત 2 મહિના માં જ આના થી આપણને બહુ ફાયદા પણ થશે જેમ કે આપણા દેશમાં માલ નું ઉત્પાદન વધશે. લોકોને રોજગારી મળશે. દેશની નાણાકીય પરિસ્થિતિમાં વધારો થશે. ગરીબી ઓછી થશે આપણે માલ ની આયાત કરવા ને બદલે નિકાસ પર વધુ ધ્યાન આપી શકીશું. જેથી આપણા વિદેશી મૂડરોકાણ માં પણ વધારો થશે.
આપણા દેશમાં સંસાધનોની કોઈ કમી નથી અને લોકો પણ સક્ષમ છે બસ જરૂર છે ફક્ત આત્મવિશ્વાસ અને ઇચ્છાશક્તિની.
આત્મનિર્ભરતા ના અનેક ફાયદાઓ છે. આત્મનિર્ભરતાથી દેશનું અર્થતંત્ર મજબૂત થાય છે. દરેક વસ્તુ પોતાના દેશમાં બનવાના કારણે ઉદ્યોગોનો વિકાસ થાય છે. વધુ ઉદ્યોગોને કારણે રોજગારીની તકો વધે છે.
પણ આ બધા વ્યવસાય ની શુરુઆત કરતા પહેલા આપણે, આપણા દેશની પર્યાવરણને પણ સ્વચ્છ અને સુંદર રાખવાનું ધ્યાન રાખવું પડશે. આ બધી કાળજી સાથે આપણે આપણા દેશને આત્મનિર્ભર બનાવી શકીશું. અને આત્મનિર્ભર તેમજ સ્વતંત્ર ભારત નું સપનું બહુ જ જલ્દી સાકાર કરી શકીશું.
Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી
- આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ ગુજરાતી
- મારો યાદગાર પ્રવાસ નિબંધ ગુજરાતી
- નારી તું નારાયણી નિબંધ ગુજરાતી
- વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી
- મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી
Read Also: ઉનાળાની બપોર નિબંધ
ViralGujarati | Click here |