નારી તું નારાયણી નિબંધ ગુજરાતી | nari tu narayani essay in gujarati

નારી તું નારાયણી નિબંધ ગુજરાતી | nari tu narayani essay in gujarati | નારી તું ના હારી નિબંધ | નારી તું નારાયણી નિબંધ pdf.

નારી તું નારાયણી નિબંધ ગુજરાતી | nari tu narayani nibandh gujarati

જ્યાં નારી ની પૂજા થાય, ત્યાં દેવતાનો વાસ હોય !
यत्र नार्यस्तु पूज्यंते रमंते तत्रे देवता

ભારતમાં ઋષિમુનિ યુગથી સ્ત્રી સન્માનનો દરજ્જો મુર્તિમંત બન્યો છે. ભારતે જગતને સતીઓ,સન્નારીઓ અને સાધ્વીઓનો એક જવલંત ઇતિહાસ પૂરો પાડ્યો છે. આપણા વેદ-ઉપનિષદ કાળમાં પણ સ્ત્રીને પુરુષોના જેટલો જ સમાન દરજ્જો હતો.

ભારત માં આદિકાળ થી, સ્ત્રીઓ ને માન આપવા માં આવ્યું છે. સ્ત્રીઓનો દરજ્જો આદિકાળથી જ ચર્ચિત છે. ભારત એ એક એવો દેશ છે, જે અનેક સનનારી સાધવીઓની એક જ્વલંત ઈતિહાસ પૂરી પાડે છે. આદિકાળ થી જ વેદ ઉપનિષદ ના સમય થી જ સ્ત્રીઓ ને પુરુષ સમાન દરજજો મળી રહ્યો છે. આના પુરાવા આપણા ઇતિહાસ માં જોવા મળે છે. જેમ કે સીતા માતા, ગાર્ગી, રાણી લક્ષ્મી બાઈ, વગેરે. જેઓ સ્ત્રીશક્તિનો એક બહુજ મોટો ઈતિહાસ આપનારી સ્ત્રીઓ છે.

નારી તું નારાયણી નિબંધ ગુજરાતી or nari tu narayani essay in gujarati
નારી તું નારાયણી નિબંધ ગુજરાતી or nari tu narayani essay in gujarati

બુધ કાળ અને જૈનકાળમાં સ્ત્રી અને પુરુષ ની બરાબરી ના નાતે આધ્યાત્મિક અધિકાર પણ પામી હતી. પરંતુ મધ્ય યુગ માં સ્ત્રી એક વસ્તુ મનાવવા લાગી. સ્ત્રી એ બસ માત્ર ભોગ ની વસ્તુ છે. એવા વિચારો થી સ્ત્રીઓનું અપહરણ કરી ઉઠાવી જવી, કે તેમને ભોળવીને ભગાડી જવાની આ માન્યતાએ સ્વતંત્ર સ્ત્રી ને એક ગુલામ સ્ત્રી બનાવી દીધી.

હવે અવારનવાર સમાચાર માં જોવા મળે છે કે, કન્યાઓ ના સોદા થવા લાગ્યા અને સાથે માતાપિતાની ઉંઘ બગડતી ગઈ. સ્ત્રી અને પુરુષ આમ તો એક રથના બે પૈડાં જેવા છે, પરંતુ ક્યાંકને ક્યાંક અમાં કચાશ જોવા મળે છે. ઘણી સ્ત્રીઓ આજે પણ ઘરની ચાર દીવાલો વચ્ચે નિરક્ષરતા અને અંધકારમાં અટવાઈને સામાન્ય જીવન જીવી રહી હતી.

પરંતુ સ્ત્રીઓની આ પરિસ્થિતિમાં સુધારો લાવનાર એટલે કે તેમને શાક્ષર કરવા માં અને તેમને સાક્ષરતાની ચાવી હાથ માં દેનાર વ્યક્તિ ગાંધીજીએ સ્ત્રી સાક્ષરતા માટે સ્ત્રી સશક્તિકરણ માટે જનજાગૃતિના બહુકાર્યો કર્યા હતા. આ કાર્યમાં રાજા રામ મોહનરાયે પણ બહુ કુરિવાજો અટકાવ્યા જેમ કે બાળકી ને દૂધ પિતી કરવી, વિધવા સ્ત્રીઓને સતી થવી અટકાવવા તેમજ અનેક કુરિવાજો ને દૂર કરવા રાજા રામમોહન રાય નો ફાળો પણ નારીશક્તિ માટે ખુબજ છે.

સ્ત્રીઓ ને પોતના પગ પર ઊભી થવા સ્વતંત્ર બનાવવા જનજાગૃતિ ના કાર્ય કર્યા. જો એક દીકરો ભણેલ હોય તો તે એક પરિવાર ને તારે અને જો એક દીકરી ભણેલી હોય તો એ એક સારી પુત્રી, સમજદાર પત્ની, તેમજ આદર્શ માતા ના બધા જ કર્તવ્યો બખૂબી નિભાવે છે.

આજે સ્ત્રી લગભગ બધા જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈ નેકાર્યકરી રહી છે જેવા કે વિજ્ઞાન ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં હવાઈજહાજ ઉડાવવાની વાત હોય કે મોટર કાર ચલાવવાની કે હવાઈજહાજ ઉડાડવાવું, આજ સ્ત્રી બધા જ ક્ષેત્ર માં બહુ સફળ નીવડી છે. અને બીજી બાજુ સ્વતંત્રતા માં પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ અનુસરી ને મહાનગરો માં ભણતી તેમજ નોકરી કરતી અમુક નારીઓ માં લાજ મર્યાદા ઓછી થઈ ગઈ હોય તેવું લાગે છે.

પશ્ચિમી સંસ્કૃતિ ના રંગે રંગાઈને ફેશનના આંધળા અનુકરણ અનુસરીને મોડીરાતની પાર્ટી, કલબ, ડિસ્કો, વગેરે ને પ્રાથમિકતા દેતી સ્ત્રીઓ ક્યાંક ને ક્યાંક પોતાના સંયુકત અને સુખી પરિવાર ને વિભક્ત અને અટૂલો પરિવાર બનાવવા માટે નું એક કારણ બની ગયું છે.

હવે લગભગ સંયુકત પરિવારની ભાવના તો જાણે ગાયબ જ થઈ ગઈ હોય તેવું લાગે છે. આ કારણે અસામાજિક તત્ત્વોની ભૂમિકા વધતી જઈ રહી છે. જેના કારણે દામ્પત્ય જીવન માં શંકા અને વહેમનું વધવું, બાળકો માં સંસ્કારીની ઉણપ જોવા મળે છે. એકલા પરિવારમાં દીકરીઓ ની સલામતી પણ જોખમાય છે. શિક્ષણ તો વધ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક સંસ્કાર જોખમાયા છે.

પરંતુ નારી એ નારાયણી છે. આ સમાજ હમેશાં એના માં એક સંસ્કારી દીકરી, સુશીલ પત્ની અને આદર્શ માતા નું દર્શન કરે છે. ત્યારે પોતાના સંસ્કારોનું જતન કરવાની જ્વાબદારી હર એકનારીની છે. નારીના સંસ્કારો તો આ દેશ નું અમૂલ્ય ઘરેણું છે નો તોલાય એવી એક ધરોહર છે. આ દેશની સંસ્કૃતિ અને માન એ એક સ્ત્રી ના હાથ માં છે. એક પરિવાર અને દેશ નું ભવિષ્ય તારા હાથ માં છે. હેનારી તું નારાયણી છે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here
Gujarati essay

Leave a Comment