15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી | 15 mi august nibandh Gujarati ma | 15 mi august vishe nibandh Gujarati ma | 15 મી ઓગસ્ટ વિશે ગુજરાતી નિબંધ | 15 મી ઓગસ્ટ 1947 નિબંધ.
Table of Contents
15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી | 15 mi august nibandh gujarati
૧૫ મી ઓગસ્ટ ભારત ના લોકો માટે એક મહત્વ નો દિવસ છે. કારણકે ભારત ને અંગ્રેજો ના શાસન માં થી આ દિવસે આઝાદી મળી હતી. ૧૫ મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈ.સ. ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટ પહેલા ભારત દેશ માં અંગ્રેજો નું રાજ હતું.
દર વર્ષે ભારત દેશ માં ૧૫ મી ઓગસ્ટ નો દિવસ “સ્વાતંત્ર્ય દિવસ” તરીકે આનંદ થી ઊજવાય છે. અંગ્રેજો ની ગુલામી માં થી ભારત ને મુક્ત કરવા માટે ગાંધીજી એ સત્યાગ્રહ ની લડત શરુ કરી હતી. આ લડત માં ગાંધીજી ને દેશ ના નેતાઓ અને દેશ ની પ્રજા એ પૂરે પૂરો સાથ સહકાર આપ્યો.

છેવટે ૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૭ ના દિવસે ભારત દેશ ને આઝાદી મળી. ૧૫ મી ઓગસ્ટે સવારે દિલ્લી ના લાલ કિલ્લા પર આપણા દેશ ના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે. અને વડાપ્રધાન દેશ ને સંબોધે છે.
૧૫ મી ઓગસ્ટ ના દિવસે તમામ શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ તથા અર્ધ સરકારી કચેરીઓ માં જાહેર રજા હોય છે. શાળાઓ, કોલેજો તથા સરકારી કચેરીઓ માં ધ્વજવંદન કરવા માં આવે છે. આ સાથે શાળાઓ અને કોલેજો માં દેશભક્તિ ના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
બાળકો દેશભક્તિ ના ગીતો ગાય છે. આ સાથે શાળાઓ માં તેમજ સોસાયટીઓ માં પણ બાળકો માટે રમતોત્સવ, વિવિધ સ્પર્ધાઓ તથા પરેડ યોજવા માં આવે છે. ૧૫ મી ઓગસ્ટ નો દિવસ બાળકો પણ આનંદ અને ઉલ્લાસ થી મનાવે છે.
આમ ૧૫ મી ઓગસ્ટ ભારત ના લોકો માટે આનંદ અને ગૌરવ નો દિવસ છે. ૧૫ મી ઓગસ્ટ નો તહેવાર આપણો રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવા માં આવે છે.
Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી
15 mi august nibandh gujarati ma
15 mi august nibandh gujarati ma essay std 9 તેમજ 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી essay std 8 અને 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી essay std 10 માટે પણ ઉપયોગી છે.
Read Also: ઉનાળાની બપોર નિબંધ
ViralGujarati | Click here |