ઉનાળાની બપોર નિબંધ | unada ni bapor essay in Gujarati

Spread the love

ઉનાળાની બપોર essay in Gujarati. ઉનાળાની બપોર essay std 9, ઉનાળાની બપોર essay in gujarati std 8.

ઉનાળાની બપોર નિબંધ | ગ્રીષ્મનો મધ્યાહન નિબંધ

વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળાની ઋતુ પછી ઉનાળો આવે છે. શિયાળાની સવાર આનંદદાયક હોઈ છે. પરંતુ ઉનાળાના બપોરનો સૂર્ય અગનગોળા જેવો હોય છે.

ઉનાળામાં સવારે થોડી ઘણી ઠંડક હોય છે. પછી ધીમે ધીમે આકરી ગરમી પડે છે. ઉનાળા માં બપોરે ખૂબ આકરી ગરમી પડતાં સૂર્ય જાણે અગ્નિના ગોળા જેવો લાગે છે. ઉનાળામાં બપોરે જાણે આગ વરસતી હોય એવી ગરમી પડે છે.

ઉનાળાની બપોર નિબંધ or unada ni bapor essay in Gujarati
ઉનાળાની બપોર essay in Gujarati

ઉનાળામાં બપોર પડતા જ જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવા થી દાઝી જવાય છે. ઉનાળામાં બપોર પડતા જ શેરીઓ, ગલીઓ, શહેરના મોટા મોટા રસ્તાઓ સૂમસામ બની જાય છે. માણસોની અવરજવર ઓછી થઈ જાય છે.

ઉનાળામાં બપોરે લોકો પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા, એરકૂલર કે એરકંડિશનર(Ac) ચાલુ કરી ઘરમાં કે ઓફિસમાં જ પુરાઈ રહે છે. કામ સિવાય કોઈપણ માણસ બહાર નીકળતો નથી.

ઉનાળાનો બપોર થતાજ પશુપક્ષીઓ છાંયડો શોધીને ત્યાં આશ્રય લે છે. ગાયો ઘટાદાર વૃક્ષ નીચે આશરો લે છે. કૂતરાઓ પણ છાંયડો શોધી ને લપાઈ જાય છે. પંખીઓ માળામાં જ ભરાઈ રહે છે.

બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. આમ, અસહ્ય ગરમીથી પશુપક્ષીઓ તથા પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠે છે. ઉનાળામાં બપોરે ખેડૂતો પણ પીપળાના છાંયડામાં વિશ્રામ કરે છે. નાના મોટા મજૂરો પણ ઉનાળાની ગરમીમાં બપોરે આરામ કરે છે.

ઉનાળામાં બપોરે જાણે આકાશમાં થી ઉગ્ર તાપ વરસી રહ્યો હોય એવું લાગે છે. કાળઝાળ ગરમીમાં પણ નોકરી તથા વ્યવસાય કરતા લોકોને અવરજવર કરવી પડે છે. બપોરે લૂ લાગવાથી કેટલાક લોકો બીમાર પણ પડી જાય છે.

ગરમીથી રાહત મેળવવા માટે લોકો બારીબારણાં પર ખસની ટટ્ટીઓ લટકાવે છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાં પણ પીએ છે તેમજ આઇસ્ક્રીમની મજા માણે છે. કેટલાક લોકો ગરમીથી બચવા માટે માઉન્ટઆબુ, માથેરાન, મહાબળેશ્વર જેવા હવા ખાવાના સ્થળે જાય છે.

ઉનાળામાં બપોરે કેરીનો રસ ખાવાની ખૂબ મજા પડે છે. શાળાઓમાં પણ વેકેશન હોવાથી ઉનાળાની ગરમીમાં બપોરે બાળકો ઘરમાં જ બેસીને ચેસ, કેરમ, પત્તા જેવી રમતો રમે છે. અને વેકેશનની મજા માણે છે. ઉનાળાનો બપોર એટલે આરામ કરવાનો શ્રેષ્ઠ સમય. આમ, ઉનાળાનો બપોર એ પ્રકૃતિનું એક રૌદ્ર રૂપ છે.

Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી

ઉનાળાની બપોર essay in gujarati

ઉનાળાની બપોર essay std 9 તેમજ ઉનાળાની બપોર essay std 8 અને ઉનાળાની બપોર essay std 10 માટે પણ ઉપયોગી છે.

ViralGujaratiClick here

Spread the love

Leave a Comment