મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી | Mahila sashaktikaran par nibandh Gujarati

મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી | mahila suraksha nibandh gujarati | mahila sashaktikaran par nibandh gujarati | mahila sashaktikaran vishay nibandh gujarati.

મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી

મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને પુરુષ ની જેમ જ સમાજ ના દરેક હક, સન્માન, તક કે પછી સમાન જવાબદારી અપાવતું સામાજિક અભિયાન.

નારી ના સન્માન માટે, તેમના અધિકારો માટે, અને તેમના પોતાના આત્મગૌરવ માટે નારી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણ નું પહેલું પગથિયું છે યોગ્ય શિક્ષણ. સારું શિક્ષણ જ સ્ત્રીઓને એક સશક્ત નારી બનવામાં મદદ કરી સકે.

મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી
મહિલા સશક્તિકરણ નિબંધ ગુજરાતી

કોઈપણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતમાં મહિલાઓને સશક્તિકરણ આપવા માટે સૌ પ્રથમ દહેજ પ્રથા, નિરક્ષરતા, અસમાનતા, ભ્રૂણ હત્યા, ઘરેલુ હિંસા, બળાત્કાર જેવા સમાજમાં તેમના હક અને મૂલ્યોની હત્યા કરનારા તમામ રાક્ષસી વિચારોને જડ મૂળ માંથી કાઢી નાખવા જરૂરી છે.

સ્ત્રીને પોતાનો અભિપ્રાય શેર કરવાની અને વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. સમાજમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન દરજ્જો આપવો જોઈએ.

નારીશક્તિ ને નબળી પાડવામાં ઘરના સભ્યોનો, સમાજનો કે પછી તેના આસપાસના વાતાવરણ નો પણ હાથ છે. સ્ત્રી જ્યારે બાળક હોય છે ત્યારથીજ કુટુંબ કે સમાજ તેને એક સ્ત્રી હોવાનો અહેસાસ ડગલે ને પગલે કરાવતા જ રહે છે.

અવારનવાર આપણે આવા વાક્યો સાંભળીયે છીએ કે, “તું છોકરી છે, છોકરાની જેમ શુકામ વર્તન કરે છે”, આને ભણાવીને શું કામ છે, કાલે ઉઠી ને એને તો સાસરે જઈને રસોડું જ સંભાળવાનું છેને.

સ્ત્રીઓ જ્યારે આ વિચારધારામાં થી બહાર આવશે અને પોતાના અધિકારોની જાણકારી મેળવીને તે મુજબ આગળ વધશે ત્યારે જ આ અભિયાન સફળ થયેલું ગણાશે.

દેશની અડધી વસ્તી સ્ત્રી છે. જ્યાં સુધી મહિલાઓ ઉપેક્ષિત, શોષિત અને પછાત રહે ત્યાં સુધી દેશ પ્રગતિ કરી શકશે નહીં.

મહિલાઓ આગળ વધીને પુરુષ ના ખભા સાથે ખભો મેળવે અને સમાજમાં પોતાનું અને પરિવાર તેમજ દેશનું નામ રોશન કરે તેને જ સાચા અર્થ માં નારી સશક્તિકરણ કહેવાય છે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here
ગુજરાતી નિબંધ

Leave a Comment