વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી pdf | ruksho apna mitro essay in gujarati pdf | vruksho apna mitra essay in gujarati | વૃક્ષોનું જતન, આબાદ વતન | Tree Are Our Best Friends Gujarati Essay | vruksho apna mitro nibandh gujarati ma
Table of Contents
વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી | vruksho apna mitra essay in gujarati
વૃક્ષો વગરની ધરતીની આપણે કલ્પના કરીએ તો? ધરતી શબ જેવી લાગે! માનવજીવનને માટે વૃક્ષો હવા અને પાણી જેટલાં જ મહત્ત્વનાં છે.
વૃક્ષો તો આપણાં મિત્રો છે, સ્વજનો છે. વૃક્ષ આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષો આપણને કેરી, દાડમ, સફરજન, જાંબુ, નારંગી, મોસંબી જેવાં અનેક ફળો આપે છે. તે આપણને ઘર અને ઘરનું રાચરચીલું બનાવવા માટેનું લાકડું આપે છે. વૃક્ષોનાં લાકડાંનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. કેટલાંક વૃક્ષોનાં પાનમાંથી પડિયા, પતરાળાં તેમજ બીડી બનાવવામાં આવે છે. આપણને મધ. ગુંદર, રબર વગેરે ઉપયોગી વસ્તુઓ વૃક્ષોમાંથી જ મળે છે.

વૃક્ષો ધરતીની શોભા છે. તેમનાં લીલાંછમ પાંદડાં અને રંગબેરંગી ફ્લો આપણી ધરતીને રળિયામણી બનાવે છે. વૃક્ષો વગરની ધરતી રણ જેવી ભેંકાર જ લાગે છે. વૃક્ષોની ઘટાઓમાં પંખીઓ કિલ્લોલ કરે છે, તેમની શીતળ છાયામાં પશુ, વટેમાર્ગુઓ અને ખેડૂતો બપોરે વિશ્રામ કરે છે. બાળકો વૃક્ષો નીચે ઠંડકમાં રમે છે. વૃક્ષોની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. વૃક્ષોનાં લીલાં પાંદડાં હવામાંનો કાર્બન ડાયૉક્સાઇડ શોષી લે છે અને ઑક્સિજન બહાર કાઢી હવાને શુદ્ધ કરે છે.
વૃક્ષ આપણું મિત્ર જ નહીં, સંત પણ છે. તે મૌન રહીને પણ આપણ સૌને ઉપદેશ આપે છે. વૃક્ષ તેના ઉપર પથ્થર ફેંકનારને પણ ફળ આપે છે. આમ, તે સૌને ઉપદેશ આપે છે કે આપણું ખરાબ કરનારનું પણ આપણે ભલું કરવું જોઈએ. વૃક્ષોના ઠંડા છાંયડામાં રમતાં બાળકો ક્યારેક ઘોંઘાટ અને ઝઘડો પણ કરે છે. પરંતુ વૃક્ષો તેમના પ્રત્યે રોષ કે અણગમો પ્રગટ કરતાં નથી.
આમ, તે આપણને ગમે તેવી પરિસ્થિતિમાં શાંતિ જાળવવાનો ઉપદેશ આપે છે. વૃક્ષો અશુદ્ધ હવા શોષી લઈને આપણને શુદ્ધ હવા આપે છે. આમ, તે આપણને જગતનું ઝેર પીને અમૃત આપવાનો ઉપદેશ આપે છે.
કેટલાક લોકો આડેધડ વૃક્ષો કાપી નાખે છે. એ જોઈને મારો તો જાણે જીવ જ કપાઈ જાય છે. આપણે વૃક્ષો કપાતાં અટકાવવા યોગ્ય ઉપાયો કરવા જોઈએ. વૃક્ષનો મહિમા વધારવા માટે આપણે દર વર્ષે વનમહોત્સવ ઊજવીએ છીએ. આપણે વધુ વૃક્ષો ઉગાડવાનો સંકલ્પ કરીએ. આપણા એક આપડા ગુજરાતી કવિએ કહ્યું છે કે, ‘તરુનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર.’
Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી
વૃક્ષ ના સુત્રો
વૃક્ષોનું મહત્વ સમજીને તેને બચાવવા માટે કેટલાક સૂત્રો ખુબ જ પ્રચલિત કર્યા છે. તો ચાલો આ૫ણે ૫ણ એ સૂત્રોનું રટણ કરી વૃક્ષનું જતન કરવાનો સૌ સંકલ્પ લઇએ.
1. વૃક્ષો વાવો, જીવન બચાવો
2. વૃક્ષોનું જતન, આબાદ વતન
3. એક બાળ, એક ઝાડ
4. વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો
5. વૃક્ષો વાવો, વરસાદ લાવો
6. વૃક્ષો વાવો, ૫ર્યાવરણ બચાવો
7. વૃક્ષો ઘરતીનું સંગીત છે. ઋતુઓનું સૌદર્ય છે.આકાશમાં વ્યાપેલી કવિતા છે.
ઝાડ વિશે વાક્ય
ViralGujarati | Click here |