માતૃપ્રેમ નિબંધ ગુજરાતીમાં | Matruprem Nibandh Gujarati ma

માતૃપ્રેમ નિબંધ ગુજરાતીમાં | મારી વહાલી મમ્મી | મારી વહાલી મમ્મી ગુજરાતી નિબંધ / Mari vahali mummy | matruprem nibandh gujarati ma | માતૃપ્રેમ નિબંધ ગુજરાતી માં | માતૃપ્રેમ નિબંધ 150+ words | માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 7 | માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 9.

મારી વહાલી મમ્મી ગુજરાતી નિબંધ | Mari vahali mummy

મારી મમ્મીનું નામ નેહાબહેન છે. મારી મમ્મીની ઉંમર ૩૫ વર્ષની છે. મારી મમ્મી સવારે ૫ વાગે ઊઠે છે. મમ્મી દરરોજ સવારે ભગવાનની પૂજા કરે છે.

તે મને અને મારા ભાઈને ખૂબ જ વહાલ કરે છે. મારી મમ્મી બહુ સમજદાર છે. મારી મમ્મી ઘરના બધા જ કામ જાતે કરે છે. મારી મમ્મીને રસોઈ બનાવવી ખુબ જ ગમે છે. તેમની રસોઈ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. દરરોજ મમ્મી અમારી મનગમતી વાનગીઓ બનાવે છે. હું મારી મમ્મીને ઘર કામમાં મદદ કરું છું.

માતૃપ્રેમ નિબંધ ગુજરાતીમાં or Matruprem Nibandh Gujarati ma
માતૃપ્રેમ નિબંધ ગુજરાતીમાં

મારી મમ્મી અમને સવારે ખુબ જ વહાલથી જગાડે છે. પછી મમ્મી અમારા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવે છે. મમ્મી અમને તૈયાર કરી શાળા એ મૂકવા આવે છે. મારી મમ્મી નાસ્તાના ડબ્બામાં સ્વાદિષ્ટ નાસ્તો આપે છે. મારી બધી જ બહેનપણીઓને મારી મમ્મીના હાથનો નાસ્તો બહુજ ભાવે છે.

મમ્મી ઘર ખૂબ જ સ્વચ્છ અને ચોખ્ખું રાખે છે. મમ્મી અમને સાંજે શાળાએથી લેવા માટે આવે છે. તે મને અને મારા ભાઈ ને દરરોજ સાંજે ભણાવે છે. મમ્મી અમને અભ્યાસમાં ખુબ જ મદદ કરે છે. મમ્મી અમને શાળા નું ગૃહકાર્ય કરવામાં ખૂબ જ મદદ કરે છે. પરીક્ષાના સમયે મમ્મી થાકેલી હોવા છતાં અમને પરીક્ષાની તૈયારી કરાવે છે.

મમ્મી અમને ખૂબ જ સારી સલાહ આપે છે. મમ્મી અમને દરરોજ રાત્રે વાર્તા પણ કહે છે. અમે બીમાર પડીએ ત્યારે અમારી મમ્મી રાતદિવસ અમારી સેવા કરે છે. મમ્મી અમારું બહુ જ ધ્યાન રાખે છે.

મારી મમ્મી એ નાનપણથી જ વડીલોને માન અને આદર આપવાનું શીખવાડ્યું છે. મારી મમ્મી મારા દાદા-દાદીનું ખૂબ જ ધ્યાન રાખે છે. મારી મમ્મી બધા કામ મારા દાદા-દાદીની સલાહ લઇને જ કરે છે. મારી મમ્મી મારા દાદા-દાદીની ખુબ સેવા કરે છે. અને અમને પણ દાદા-દાદીની સેવા કરવાનું શીખવાડે છે.

રજાના દિવસે મારી મમ્મી અમારી સાથે ખૂબ રમે છે. અમને બગીચામાં ફરવા લઈ જાય છે. મારી મમ્મી અમારી કોઈ ભૂલ થઇ હોય તો તે અમને પ્રેમ થી સમજાવે છે. અને આ ભૂલ ફરીવારના થાય તે પણ સમજાવે છે. મમ્મી ઘરમાં ન હોય ત્યારે અમને જરા પણ ગમતું નથી. મને મમ્મી વગર ઘર સાવ સૂનું સૂનું લાગે છે.

મારી મમ્મી મારી ખાસ બહેનપણી છે. હું મારી મમ્મીને મારી બધી જ વાતો કહું છું. મારા માટે મારી મમ્મી ભગવાને આપેલી અનમોલ ભેટ છે. મારી મમ્મી મારા જીવનમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ છે કે જેના વગર હું મારું જીવન વિચારી જ ના શકું. મારી મમ્મી મને ખુબ જ વહાલી છે. હું મારી મમ્મીને ખુબ જ પ્રેમ કરું છું. આપણે બધા એ આપણી મમ્મીને માન અને આદર આપવો જોઈએ. આપણે બધા એ આપણી મમ્મીની સેવા કરવી જોઈએ.

Read Also: જન્માષ્ટમી નિબંધ ગુજરાતી

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 7 | માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 9

માતૃપ્રેમ નિબંધ gujarati essay std 9 તેમજ માતૃપ્રેમ નિબંધ 150+ words ગુજરાતી essay std 8 અને Mari vahali mummy વિશે નિબંધ ગુજરાતી essay std 10 માટે પણ ઉપયોગી છે.

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here

Leave a Comment