જન્માષ્ટમી નિબંધ ગુજરાતી (2022) | janmashtami nibandh gujarati | Gujarati Essay – જન્માષ્ટમી નિબંધ | જન્માષ્ટમી વિશે ગુજરાતી નિબંધ – Janmashtami Essay in Gujarati Language | જન્માષ્ટમી 2022 | જન્માષ્ટમી નિબંધ | જન્માષ્ટમી વિશે માહિતી, ધાર્મિક મહત્વ.
Table of Contents
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી | janmashtami nibandh in gujarati
જન્માષ્ટમી નો તહેવાર શ્રાવણ વદ આઠમ ના દિવસે આવે છે. જન્માષ્ટમી એક ધાર્મિક તહેવાર છે. ભારત માં જન્માષ્ટમી ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમ ની રાત્રે મથુરા ની જેલ માં થયો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ ના પિતા નું નામ વસુદેવ અને માતા નું નામ દેવી હતું. ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયા પછી કૃષ્ણ ને વસુદેવ ગોકુળ માં નંદ રાજા ના ઘરે મૂકી આવ્યા અને જશોદા ની દીકરી ને પોતાની સાથે લઇ આવ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસે અષ્ટમી હતી તેથી શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ને “ગોકુળ અષ્ટમી” પણ કહે છે. જન્માષ્ટમી નો તહેવાર દર વર્ષે ખુબ જ ધૂમ ધામ થી ઊજવાય છે. ભારત માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી મનાવવા માં આવે છે.
જન્માષ્ટમી ના દિવસે ઘણી જગ્યા એ મેળા પણ ભરાય છે. લોકો મેળા માં જઈ ને આનંદ કરે છે. બાળકો ને તો મેળા માં જઈ ને ખુબ જ આનંદ આવી જાય છે. આ દિવસે મંદિરો ને શણગારવા માં આવે છે.
જન્માષ્ટમી ના દિવસે લોકો ઊપવાસ પણ કરે છે. રાત્રે મંદિર માં ભજન કીર્તન થાય છે. રાત ના બાર વાગે કૃષ્ણ જન્મ થાય છે. લોકો “નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી” ગાય છે. લોકો ગુલાલ ઉડાડે છે. લોકો ભગવાન ને પારણાં માં ઝુલાવે છે. પછી મંદિર માં આરતી કરી ને પંજરી નો પ્રસાદ વહેંચાય છે.
ભારત માં ઘણાં સ્થળો એ રાત્રે માટલી ફોડવા નો કાર્યક્રમ યોજાય છે. માટલી ફોડવા નો કાર્યક્રમ જોવા ની બાળકો ને ખુબ જ મજા આવે છે. આમ જન્માષ્ટમી આપણો એક ધાર્મિક તહેવાર છે.
જય શ્રી કૃષ્ણ🙏 જન્માષ્ટમી ની શુભકામના 🙏 હેપી જન્માષ્ટમી.
Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી
શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીના દિવસે નીચે મુજબનાં કાર્યો વર્જિત રાખવા
- તુલસીના પાન ન તોડવા.
- લસણ-ડુંગળીનું સેવન ન કરવું.
- ગરીબોનો અનાદર ન કરવો.
- વૃક્ષ કાપવા નહીં.
- ગાયોનું અપમાન ન કરવું.
જન્માષ્ટમી essay in Gujarati | જન્માષ્ટમી નિબંધ in Gujarati
જન્માષ્ટમી નિબંધ ગુજરાતી essay std 9 તેમજ જન્માષ્ટમી નિબંધ ગુજરાતી essay std 8 અને જન્માષ્ટમી વિશે નિબંધ ગુજરાતી essay std 10 માટે પણ ઉપયોગી છે.
Read Also: ઉનાળાની બપોર નિબંધ
ViralGujarati | Click here |