દિવાળી નિબંધ ગુજરાતીમાં | Diwali essay in gujarati

Diwali essay in gujarati: દિવાળી | દિવાળી નિબંધ ગુજરાતીમાં | દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં | diwali vishe nibandh gujarati ma | દિવાળી નો નિબંધ ગુજરાતી | diwali no nibandh gujarati ma | મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ ગુજરાતી | maro priya tahevar diwali essay in gujarati, Diwali vishe Nibandh Gujarati ma.

Here, I’m providing short and long essays on Diwali in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for higher classes who need to know about the topic. The language is kept very simple so that every student can very easily understand it.

દિવાળી વિશે નિબંધ ગુજરાતીમાં | maro priya tahevar diwali essay in gujarati

ભારત એક તહેવારોનો દેશ છે. ભારત દેશમાં બધાજ ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય તહેવારોની ઊજવણી ખૂબ જ ધામધૂમથી થાય છે. એમાં પણ દિવાળી ભારતના લોકોનો એક લોકપ્રિય તહેવાર છે. દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.

દિવાળી ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં આવે છે. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ આસો મહિનાની અમાસના દિવસને દિવાળીના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. દર વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં દિવાળીનો તહેવાર આવે છે.

દિવાળી નિબંધ ગુજરાતીમાં or Diwali vishe Nibandh Gujarati ma
દિવાળી નિબંધ ગુજરાતીમાં | diwali essay in gujarati

વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એટલે આસો વદ અમાસ અને એના બીજા દિવસ થી વિક્રમ સંવતનું નવું વર્ષ શરુ થાય છે. તેથી નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઊજવવામાં આવે છે.

રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી અને 14 વર્ષનો વનવાસ વિતાવ્યા પછી દિવાળીના દિવસે અયોધ્યા પરત ફર્યા. અયોધ્યા વાસીઓએ ભગવાન શ્રી રામના સ્વાગતમાં ઘેર ઘેર દિવા પ્રગટાવી રોશની કરી. અયોધ્યા વાસીઓએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કર્યું.

દર વર્ષે આસો મહિનાની શરૂઆતથી જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જાય છે. લોકો ઘરની સાફસફાઈ કરે છે. લોકો ઘરની દીવાલો અને બારીબારણાં પર રંગરોગાન કરાવે છે. લોકો દિવાળી માટે નવા કપડાં, ફટાકડા, સુશોભનની વસ્તુઓ, નાસ્તા અને મીઠાઈઓ વગેરે જેવી વસ્તુઓની ખરીદી કરે છે.

ઘણા લોકો જાતજાતના નાસ્તા અને અલગ અલગ મીઠાઈઓ ઘરે પણ બનાવે છે. લોકો દિવાળીની ખરીદી કરવા માટે બજારમાં ઊમટી પડે છે. દિવાળીના દિવસોમાં બજારમાં લોકોની ભીડ જામ થઇ જાય છે. દિવાળીના દિવસોમાં લોકો મકાનો અને દુકાનો પર વીજળીના તોરણોથી રોશની કરે છે.

દિવાળીમાં મોટી મોટી ઇમારતો પણ રોશનીથી ઝળહળી ઊઠે છે. સ્ત્રીઓ ઘરના આંગણામાં દિવા પ્રગટાવે છે. સ્ત્રીઓ ઘરની બહાર સુંદર રંગોળી પણ બનાવે છે. રંગોળીની સાથે સાથે સાથિયા પણ કરે છે. અમુક લોકો આખા ઘરને રોશની કરીને શણગારે છે.

દિવાળીનો તહેવાર એટલે પાંચ દિવસનો તહેવાર. ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઈબીજ. ધનતેરસ ના દિવસે લોકો લક્ષ્મી પૂજન કરે છે. ધનતેરસે લોકો સોના ચાંદીના દાગીનાની ખરીદીને શુભ માને છે. એટલે જ લોકો ધનતેરસ ના દિવસે સોના ચાંદીના દાગીના ખરીદે છે.

કાળીચૌદસના દિવસે કાલિકામાતાની, ભૈરવની, હનુમાનદાદાની તથા ઘંટાકર્ણ મહાવીર ભગવાનની પૂજા થાય છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે. ચોપડા પૂજન કરીને ફટાકડા પણ ફોડે છે. બેસતા વર્ષના દિવસે લોકો દેવમંદિરે દર્શન કરવા જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને “સાલમુબારક” કહે છે.

લોકો નવા વર્ષમાં વડીલોને પગે લાગી ને આશીર્વાદ લે છે. તેઓ પોતાના સગાંવહાલાંને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. બેસતા વર્ષના દિવસે નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે આવેલા સગાસંબંધીઓ અને મિત્રોને મીઠાઈ તથા અન્ય વાનગીઓ ખવડાવવામાં આવેછે. દિવાળીમાં ખાવાની વાનગીઓમાં મઠિયા અને સુંવાળી ખૂબ જ પ્રખ્યાત છે.

ભાઈબીજના દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે. બહેન ભાઈનું ભાવતું ભોજન જમાડે છે. અને ભાઈ બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે. દિવાળીમાં આપણે કોઈની સાથે મનદુઃખ થયું હોય તો પણ આપણે તે ભૂલી જઈને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવી જોઈએ. દિવાળી એ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવવાનો તહેવાર છે.

દિવાળીએ નાના બાળકોનો પ્રિય તહેવાર હોય છે. બાળકો દિવાળીની આતુરતાથી રાહ જોતા હોય છે. શાળાઓમાં પણ દિવાળીની રજાઓ આપવામાં આવે છે. બાળકોને દિવાળીમાં નવા નવા કપડાં પહેરવાની મજા પડી જાય છે. બાળકોને ફટાકડા ફોડવાની પણ ખૂબ મજા આવે છે. આમ, દિવાળીમાં બાળકો આનંદ આનંદ માં આવી જાય છે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

દિવાળી વિશે 10 વાક્ય | દિવાળી વિશે પાંચ વાક્ય

  • દિવાળીનો તહેવાર દુનિયા માં રેહતા તમામ હિન્દુઓનો એક મુખ્ય તહેવાર માનવામાં આવે છે.
  • દિવાળી ને દીપ નો ઉત્સવ પણ કહેવામાં આવે છે.
  • દિવાળીને ખુબ ધામ ધૂમ થી ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા તરફ પાછા ફર્યા હતા.
  • ભગવાન શ્રી રામના અયોધ્યા પરત ફર્યાની ખુશીમાં અયોધ્યા ના લોકોએ દીપ પ્રગટાવી આ દિવસને દિવાળી તરીકે ઉજવ્યો હતો.
  • દિવાળીનો તહેવાર દર વર્ષે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં આવે છે.
  • દિવાળી ના દિવસે આખું ભારત પ્રકાશ થી ખૂબ જ જળહળી ઉઠ્યું હોય છે.
  • દિવાળીની સાંજે માતા લક્ષ્મીજી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે.
  • બાળકો તથા યુવાનો દિવાળી ના દીવસે ફટાકડા, ફુલઝર, બોમ્બ ફોડી તહેવાર નો આનંદ વ્યક્ત કરે છે.
  • આ દિવસે તમામ લોકો તેમના ઘરો, ઓફિસો અને કચેરીઓ વગેરેમાં દીપ પ્રગટાવે છે અને ખૂબ જ ફટાકડા ફોડે છે.
  • દિવાળી પર દરેક પાડોશી અને સંબંધીઓને વિવિધ પ્રકાર ની મીઠાઇ અને અન્ય ભેટ વગેરે એકબીજા ને આપે છે.

દિવાળી નું મહત્વ | diwali nu mahatva in gujarati

  • ભગવાન શ્રી રામ દેવી સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ૧૪ વર્ષનો વનવાશ પૂર્ણ કરીને અયોધ્યા પધાર્યા હતા.

દિવાળી સુવિચાર | diwali nibandh gujarati

હું આશા રાખું છું કે, આ દિવાળી તમારા માટે ખૂબ અદ્ભુત ઉજવણીની બને,
તમને જીવન માં હંમેશા સંપત્તિ અને સફળતા મળે.

🌷દિવાળીની શુભકામના🌷

દિવાળી નિબંધ ગુજરાતી

દીવાઓનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
દિવાળીના તહેવાર પર, સૌને અભિનંદન.🌷

દિવાળી નિબંધ ગુજરાતી

દિવાળી નિબંધ ગુજરાતી | Diwali vishe Nibandh Gujarati ma

દિવાળી નિબંધ ગુજરાતી essay std 9 તેમજ દિવાળી નિબંધ ધોરણ 3, 4, 7 અને દિવાળી નિબંધ ધોરણ essay std 10 માટે પણ ઉપયોગી છે.

I hope the above-provided essay would be helpful for you to understand the Diwali essay in Gujarati.

ViralGujaratiClick here

Leave a Comment