રક્ષાબંધન નિબંધ ગુજરાતી | raksha bandhan nibandh Gujarati

રક્ષાબંધન નિબંધ | raksha bandhan nibandh Gujarati | રક્ષાબંધન નો નિબંધ ગુજરાતીમાં.

રક્ષાબંધન નો નિબંધ ગુજરાતીમાં | રક્ષાબંધન નિબંધ ગુજરાતી

રક્ષાબંધન ભારત નો સૌથી મહત્વ નોતહેવારો માં નો એક ધાર્મિક તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિના ની પૂનમ ના દિવસે આવે છે. તેને “બળેવ” પણ કહે છે. રક્ષાબંધન ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર છે. રક્ષાબંધન ના દિવસે બધા નવા વસ્ત્રો પહેરી ને રક્ષાબંધન ની ઉજવણી કરે છે.

રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈ ના કપાળ માં તિલક કરે છે અને ચોખા ચોંટાડે છે. રાખડી માં બહેન નો ભાઈ પ્રત્યે નો અતૂટ પ્રેમ સમાયેલો છે. તેથી બહેન ભાઈ ના જમણા હાથે રાખડી બાંધે છે. પછી ભાઈ અને બહેન એકબીજા ને ગોળ કે મીઠાઈ ખવડાવી ને મોઢું મીઠું કરાવે છે.

રક્ષાબંધન નિબંધ ગુજરાતી or raksha bandhan nibandh Gujarati
રક્ષાબંધન નિબંધ ગુજરાતી

બહેન પોતાના ભાઈ ને આશીર્વાદ આપે છે. અને ભાઈ પોતાની બહેન ને ભેટ આપી અને પૂરી જીંદગી રક્ષા કરવા નું વચન આપે છે. બહાર ગામ રહેતા ભાઈઓ ને બહેનો ટપાલ દ્વારા રાખડી મોકલે છે. આ તહેવાર શાળાઓ માં પણ આનંદ અને ઉલ્લાસ થી ઊજવવા માં આવે છે.

રક્ષાબંધન નો તહેવાર સમાજ ના બધા જ વર્ગ ના લોકો ઊજવતા હોય છે. કેટલીક બહેનો જેલ ના કેદીઓ ને પણ રાખડી બાંધે છે. રક્ષાબંધન નો દિવસ એટલે શ્રાવણ મહિના ની પૂનમ નો દિવસ અને આ દિવસે માછીમારો દરિયા માં નાળિયેર પધરાવી ને દરિયા દેવ ની પૂજા કરે છે. એટલે આ દિવસ ને “નાળિયેરી પૂનમ” પણ કહેવાય છે.

રક્ષાબંધન ના દિવસે બ્રાહ્મણો નદી કે તળાવ કિનારે જઈ ને વિધિસર જનોઈ બદલે છે. રક્ષાબંધન માં ધાર્મિક મહત્વ પણ ઘણું છે અને રક્ષાબંધન સામાજિક સંબંધો માં પણ મીઠાસ વધારતો તહેવાર છે એટલે જ તો રક્ષાબંધન ને ધાર્મિક અને સામાજિક તહેવાર પણ કહી શકાય. રક્ષાબંધન સૌને આનંદ અને પ્રેમ આપતો તહેવાર છે.

Read Also: જન્માષ્ટમી નિબંધ ગુજરાતી

વૃક્ષો આપણા મિત્રો નિબંધ ગુજરાતી

raksha bandhan nibandh Gujarati

જન્માષ્ટમી essay in Gujarati | જન્માષ્ટમી નિબંધ in Gujarati

raksha bandhan gujarati essay std 9 તેમજ raksha bandhan nibandh ગુજરાતી essay std 8 અને રક્ષાબંધન વિશે નિબંધ ગુજરાતી essay std 10 માટે પણ ઉપયોગી છે.

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here

Leave a Comment