કૃદંત અને તેના પ્રકારો | krudant Gujarati grammar | krudant in Gujarati examples | krudant na prakar in Gujarati.
કૃદંત અને તેના પ્રકારો | krudant na prakar in Gujarati vyakaran
કૃદંત એટલે શું?
કૃદંત એટલે ક્રિયાપદની જેમ વર્તતા અથવા વાક્યનો અર્થ પૂર્ણ ન કરતાં પદોને કૃદંત તરીકે ઓળખવામાં આવે છે.
કૃદંતના પ્રકારો
1. વર્તમાન કૃદંત
2. ભૂત કૃદંત
– સાદું ભૂતકૃદંત
– પરોક્ષ ભૂતકૃદંત
3. ભવિષ્ય કૃદંત
4. વિદ્યર્થ / સામાન્ય કૃદંત
5. સંબંધક ભૂતકૃદંત
6. હેત્વર્થ કૃદંત
(1) વર્તમાન કૃદંત
વર્તમાન કૃદંત એટલે સામાન્ય રીતે કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે. આ કૃદંતનો ઉપયોગ ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ કે સંજ્ઞા તરીકે થાય છે.
પ્રત્યય : ત ( તો, તી, તું, તા).
વર્તમાન કૃદંત ના ઉદાહરણ:
- બાળકો મેદાનમાં રમતાં હતાં.
- મહુડી માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
- નાના બાળકોને શીખતા વાર લાગે.
- પ્રદીપ નિયમિત કસરત કરતો.
- તેઓ રાત્રે તો જમતા નથી.
- ગમતું ગીત સાંભળવા હું બેસી રહ્યો.
- ચિત્ર સૂતાં-સૂતાં જ વાંચે છે.
- ઉનાળાનો આકડો તડકો પડતા વૃક્ષો મુંજાય જાય છે.
- નાના બાળકોને શીખતાં વાર લાગે છે.

(2) ભૂત કૃદંત
ભૂત કૃદંત એટલે ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે તેને ભૂતકૃદંત કહે છે.
ભૂતકૃદંતના બે પ્રકારો છે.
(1). સાદું ભૂતકૃદંત ય (યો, યી, યું, ઇ). [પ્રત્યય]
(2). પરોક્ષ ભૂતકૃદંત લ (લો, લી, લું,લા). [પ્રત્યય]
સાદું ભૂતકૃદંત
પ્રત્યય : ૫ ( યો , યી ,યું, ઇ).
સાદું ભૂતકૃદંત ના ઉદાહરણ:
- તે મારું કહ્યું માનતો નથી.
- કોઈ કશું બોલ્યું નહિ.
- હાથના કર્યા હૈયે વાગ્યા.
- ગુરુજીએ પોતાના જીવન માં ખુબ કષ્ટો વેઠ્યા.
- સ્વામીજીના અસ્વીકાર છતાં અમે ભેટ આપી.
- પૈસા મળતા ગરીબ રાજી રાજી થઇ ગયો.
- છોકરા રમતમાં ભાગ લેવા આગળ વધ્યા.
પરોક્ષ ભૂતકૃદંત
પ્રત્યય : લ ( લો ,લી, લું,લા).
પરોક્ષ ભૂતકૃદંત ના ઉદાહરણ:
- સૂતેલાને જગાડવો નહિ.
- તેમના પત્ર નો વિયોગ અમે અનુભવેલી.
આ પણ વાંચો: નિપાત એટલે શું અને નિપાત ના ઉદાહરણ
(3) ભવિષ્ય કૃદંત
ભવિષ્ય કૃદંત ક્રિયાની અપિક્ષિત અવસ્થા દર્શાવે છે.
પ્રત્યય : નાર ( નારો, નારું, નારી, નારા)
ભવિષ્ય કૃદંત ના ઉદાહરણ:
- આવનારા બધા આવી ગયા.
- પ્રથમ નંબરે આવનાર મહાન છે.
- સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
- અમને સાંભળનારું ત્યાં કોઈ હતું નહિ.
- રાંધનારો માણસ મોડો આવ્યો.
- ટાઈમટેબલ બનાવનાર દરેક ને મારી સૂચના છે.
- આપણું જીવન ચલાવનારો મહાન છે.
- સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે.
- અમને ભણાવનાર શિક્ષક સરળ સ્વભાવના હતા.
(4) વિદ્યર્થ/ સામન્ય કૃદંત
વિદ્યર્થ/ સામન્ય કૃદંત એટલે ક્રિયા થવાનું અથવા કર્તવ્ય કે ફરજનો અર્થ દર્શાવે તેને વિદ્યર્થ / સામાન્ય કૃદંત કહે છે.
પ્રત્યય: વો, વી, વું,વા વાનો, વાનું, વાના, વાની
વિદ્યર્થ/ સામન્ય કૃદંત ના ઉદાહરણ:
- આજે તમારે સમયસર વાંચવાનું છે.
- પેપર વ્યવસ્થિત લખવું જોઈએ.
- લખવું વાંચવું આ કઈ કેળવણી નથી.
- મોટી રીશેષ પુરી થવાનો બેલ વાગતો.
- બદલાતી ઋતુનું રૂપ જોવું મને ગમે છે.
- કોઈ પણ સમશ્યા ઉકેલવી હોય તો હું તૈયાર છું.
- અમે આખો દિવસ નર્મદાકાંઠે જ રોકવાના હતા.
- સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહિ.
આ પણ વાંચો: વિશેષણ અને તેના પ્રકાર
(5) હેત્વર્થ કૃદંત
હેત્વર્થ કૃદંત એટલે ઉદ્દેશ્ય કે હેતુ દર્શાવનાર કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે.
પ્રત્યય : વા, વાને
હેત્વર્થ કૃદંત ના ઉદાહરણ:
- સાહેબ બોલવાને માટે ઊભા થયા.
- ભગવાનના દર્શન કરવા મંદિરે ગયો.
- તેણીએ શીખવા માટે રજા લીધી હતી.
- અમે ભગવાન ના દર્શન કરવા મંદિરે જતા હતા.
- લોકો વાતને ભૂલી જવાને યોગ્ય માને છે.
- શિક્ષકે પેપર લખવાને ત્રણ કલાક આપ્યા.
- શહેરના લોકો સમય સાથે ચાલવાને ટેવાયેલા છે.
- છોકરાઓ ક્રિકેટ રમવા મેદાનમાં એકઠા થયા.
- ગાંધીજી હંમેશા સત્ય કહેવાને ટેવાયેલા હતા.
(6) સંબંધક ભૂતકૃદંત
પ્રત્યય: ઇ કે ઇને
સંબંધક ભૂતકૃદંત ના ઉદાહરણ:
- અમે ચાલીને મંદિરે
- દર્શન કરવા ગયા.
- બાળકો મેદાનમાં રમી – રમીને થાક્યા.
- હું એક અદૃશ્ય શક્તિ અને ઉત્સાહ થી ગભરાઈ ગયો હતો.
- આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે.
- છલોછલ ભરેલો ઘડો છલકાઈ રહ્યો છે.
- વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા.
- ઘણા વર્ષોથી દબાઈ રહેલા ભાવો ઉછળ્યા.
- સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કરતો.
આ પણ વાંચો: સર્વનામ અને તેના પ્રકારો
ViralGujarati | Click here |