સંજ્ઞા અને તેના પ્રકાર | Sangya in Gujarati

સંજ્ઞા અને તેના પ્રકાર | Sangya in Gujarati, સંજ્ઞા ની વ્યાખ્યા, સંજ્ઞા એટલે શું, સંજ્ઞા ના પ્રકાર in gujarati, સંજ્ઞા કોને કહેવાય.

સંજ્ઞા અને તેના પ્રકાર Gujarati vyakaran

સૌથી પહેલાં સંજ્ઞા ની વ્યાખ્યા અને પછી તેના પ્રકાર વિશે ચર્ચા કરીશુ.

સંજ્ઞા ની વ્યાખ્યા | સંજ્ઞા એટલે શું

સંજ્ઞા ની વ્યાખ્યા: સંજ્ઞા એટલે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોઈ તો તેને સંજ્ઞા કહેવામાં આવે છે.

  • સંજ્ઞાને નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સંજ્ઞાના પ્રકારો

સંજ્ઞા ના કુલ પાંચ પ્રકાર છે :

  1. વ્યક્તિવાચક સંજ્ઞા
  2. જાતિવાચક સંજ્ઞા
  3. સમુહવાચક સંજ્ઞા
  4. દ્રવ્યવાચક સંજ્ઞા
  5. ભાવવાચક સંજ્ઞા
સંજ્ઞા અને તેના પ્રકાર or sangya in gujarati vyakarn
સંજ્ઞા અને તેના પ્રકાર

1) વ્યક્તિવાચક સંજ્ઞા / સંજ્ઞા વાચક / વિશેષ નામ

વ્યક્તિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત. :- હિમાલય, ગુજરાત, રાહુલ, રાજકોટ, ગંગા, ટોમી, વગેરે

2) જાતિવાચક સંજ્ઞા

જાતિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત. :- શહેર, નદી, દેશ, વાદળ, પર્વત, રાજ્ય, માણસ, કૂતરો, વગેરે

3) સમુહવાચક સંજ્ઞા

સમુહવાચક સંજ્ઞા: વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત.:- ટુકડી, મેળો, ફોજ, ધણ, ટોળું, લૂમ, મેદની, વગેરે

4) દ્રવ્યવાચક સંજ્ઞા

દ્રવ્યવાચક સંજ્ઞા: કોઈ પ્રદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દ્રવ્યવાચક નામથી ઓળખાતા પ્રદાર્થોની એક, બે, ત્રણ, ચાર એમ ગણતરી કરી શકાતી નથી.
દા.ત. :- ઘી, પાણી, સોનુ, ચાંદી,દૂધ, તેલ, રૂ, તાંબુ, કાપડ, વગેરે

5) ભાવવાચક સંજ્ઞા

ભાવવાચક સંજ્ઞા: ભાવ, ગુણ, ક્રિયા, સ્થતિ કે લાગણીને ઓળખીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
દા.ત. :- મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, રણકાર, સચ્ચાઈ, બુરાઈ, શોક, રમત, ગરીબાઈ, વગેરે

ViralGujaratiClick here

Leave a Comment