મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી | maro priya mitra nibandh gujarati ma

મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી | maro priya mitra nibandh gujarati ma | મિત્ર વિશે નિબંધ | my best friend in gujarati | mitrata ni mithas essay in gujarati | maro priya mitra essay in gujarati | મૈત્રીની મહેક નિબંધ | મિત્રતા નિબંધ.

મારો પ્રિય મિત્ર વિશે નિબંધ | maro priya mitra essay in gujarati

મિત્ર એવો હોય કે જે આપણને ખુશીમાં અને મુશ્કેલીમાં પણ સાથ આપે. જેની સાથે રહીને આપણે આનંદ-આનંદમાં રહીએ. વિશ્વમાં બધા જ વ્યક્તિને એક સાચા અને સારા મિત્ર ની જરૂર હોય છે. સાચી મિત્રતા જીવનમાં એક વરદાન રૂપ હોય છે.

મારી શાળામાં મારા ઘણા મિત્રો છે. મારા ઘરની આજુબાજુ પણ મારા ઘણા મિત્રો છે. પણ મારા પ્રિય મિત્રનું નામ પૂછો તો હું રાહુલનું જ નામ આપીશ. રાહુલ મારી શાળામાં જ ભણે છે. અમે બંને એક જ વર્ગમાં છીએ. રાહુલ ભણવામાં ખૂબ જ હોશિયાર છે.

રાહુલ અમારી જ સોસાયટીમાં રહે છે. રાહુલ મારા પ્રિય મિત્રની સાથે સાથે સારો પડોશી પણ છે. અમે સાથે રહેતા હોવાથી અમે સાથે જ શાળાએ જઈએ છીએ અને સાથે જ શાળાએ થી ઘરે આવીએ છીએ. અમે સાથે જ ભણીએ છીએ અને એક સાથે જ ગૃહકાર્ય કરીએ છીએ.

મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી or maro priya mitra nibandh gujarati ma
મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી

રાહુલ શાળામાં ખૂબ જ ધ્યાન રાખીને ભણે છે. રાહુલને વિજ્ઞાન વિષયમાં ખૂબ જ રસ છે. રાહુલનો અમારા વર્ગમાં પ્રથમ નંબર આવે છે. રાહુલ શાળાની બધી પ્રતિયોગિતામાં ભાગ લે છે. રાહુલ ભ બની પ્રથમ એ જ રસ લે છે. રાહુલ ભણવાની સાથે ખેલકૂદમાં પણ બહુ સારો છે. રાહુલ મને ભણવામાં પણ ખૂબ મદદ કરે છે.

હું અને રાહુલ દરોજ સવારે વહેલા ઉઠીને અમારા ઘરની સામેના પાર્કમાં જઈએ છીએ. અમે દર રવિવારે સાથે જ ક્રિકેટ રમવા ખૂબ મજા આવે છે. અમે બંને સાથે હોઈએ ત્યારે અમને ખૂબ જ મજા આવે છે. રાહુલ ને વાર્તાઓ વાંચવી પણ ખૂબ જ ગમે છે. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ વાર્તાઓની ચોપડીઓ વાંચે છે.

રાહુલ એક સંયુક્ત પરિવારમાં રહે છે. રાહુલના પરિવારમાં એના માતા-પિતા, દાદા-દાદી તથા તેની નાની બહેન છે. એના પિતા એક ડૉક્ટર અને માતા એક શિક્ષિકા છે. એના માતા-પિતાનો સ્વભાવ ખૂબ સારો છે. હું એના ઘરે જઉ ત્યારે બધા ખુશ થઈ જાય છે. રાહુલ હંમેશા વડીલોનું આદર અને સમ્માન કરે છે.

રાહુલનો સ્વભાવ ખૂબ જ મિલનસાર છે. મેં રાહુલને ક્યારેય ગુસ્સો કરતાં નથી જોયો. રાહુલ હંમેશા હસતો જ રહે છે. રાહુલ હમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર હોય છે. તે હંમેશા સાચું બોલે છે અને તે ક્યારેય જૂઠું બોલતો નથી.

મારી મમ્મી કહે છે કે સાચો મિત્ર હંમેશા સાચો રસ્તો બતાવે છે. અને મારો સાચો મિત્ર રાહુલ છે જે મને હંમેશા સાચું જ જ્ઞાન આપે છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને રાહુલ જેવો મિત્ર મળ્યો છે. મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે અમારી મિત્રતા આમ જ બની રહે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

મૈત્રીની મહેક નિબંધ | મારો પ્રિય મિત્ર નિબંધ

મારો પ્રિય મિત્ર નિબંધ ગુજરાતી essay std 9 તેમજ મારો પ્રિય મિત્ર નિબંધ ધોરણ 3, 4, 7 અને મારો પ્રિય મિત્ર નિબંધ ધોરણ essay std 10 માટે પણ ઉપયોગી છે.

ViralGujaratiClick here

Leave a Comment