મોર વિશે નિબંધ in Gujarati | mor vishe nibandh Gujarati ma

Spread the love

મોર વિશે નિબંધ in Gujarati | mor vishe nibandh Gujarati ma | my favorite bird peacock essay in Gujarati | short essay on peacock in Gujarati.

મોર વિશે નિબંધ in Gujarati | my favorite bird peacock essay in Gujarati

મોર સૌથી સુંદર પક્ષી છે. બધા જ પક્ષીઓ માં સૌથી સુંદર પક્ષી મોર છે. મોર ભારત નું રાષ્ટ્રીય પક્ષી છે. મોર નો રંગ ઘેરો લીલો અને ભૂરો હોય છે. મોર ની ડોક લાંબી અને ભૂરા રંગ ની હોય છે. મોર ને બે પગ અને બે આંખ હોય છે.

મોર ને માથે કલગી હોય છે. મોર ને સુંદર અને રંગબેરંગી પીંછા હોય છે. મોર ની પૂંછડી લાંબી હોય છે. મોર ને ઊંચે ઉડવા માં મુશ્કેલી પડે છે કારણકે મોર નું શરીર ભરાવદાર હોય છે. તેથી મોર વધારે ઊંચે ઊડી શકતો નથી. માદા મોર ને “ઢેલ” કહે છે.

મોર વિશે નિબંધ in Gujarati
મોર વિશે નિબંધ

મોર ટેહુક…ટેહુક…બોલે છે. ટહુકા કરતા મોર ને સાંભળવા ની ખૂબ જ મજા આવે છે. મોર જંગલમાં, બગીચાઓમાં, ઝાડીઓમાં, ખેતરોમાં તેમજ મોટા બંગલાઓ ના બગીચા માં જોવા મળે છે. મોર ને સમૂહ માં રહેવા નું ગમે છે. મોર દાણા, અનાજ, ફળ અને જીવજંતુ ખાય છે.

મોર નું સ્થાન હિન્દૂ ધર્મ માં પણ ખુબ મહત્વ નું ગણાય છે. બાળપણ થી જ ભગવાન શ્રી કૃષ્ણ ના મુગટ માં મોર નું પીંછું હોય છે. ભગવાન શિવ ના પુત્ર કાર્તિકેય નું વાહન મોર ગણાય છે. સરસ્વતી માતા પણ મોર નું પીંછું ધારણ કરે છે. આમ, મોર ના પીંછા ને ખુબ જ શુભ માનવા માં આવે છે.

મોરપંખ ને પૂજા માટે પણ ઉપયોગ માં લેવાય છે. મોર ના પીંછા માં થી પંખો બનાવવા માં આવે છે. મોર ના પીંછા માં થી બનાવેલા પંખા ને મંદિરો માં ભગવાન ને પવન નાખવા માટે ઉપયોગ માં લેવાય છે. મોર નું પીંછું બાળકો ને પણ ખુબ જ ગમે છે.

વર્ષાઋતુ માં મોર કળા કરી ને નાચે છે. મોર પોતાની પાંખો ફેલાવી ને નાચતો હોય છે. કળા કરતો મોર ખુબ જ સુંદર લાગે છે. કળા કરતો મોર જોઈ ને બાળકો આનંદ માં આવી જાય છે. આમ, મોર બાળકો નું પણ પ્રિય પક્ષી છે.

Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી

Mor vishe nibandh Gujarati ma

Mor vishe nibandh Gujarati ma essay std 9 તેમજ મોર વિશે નિબંધ essay std 8 અને મોર વિશે essay std 10 માટે પણ ઉપયોગી છે.

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here

Spread the love

Leave a Comment