ગણેશ ચતુર્થી નિબંધ | Ganesh Chaturthi nibandh Gujarati ma

Spread the love

ગણેશ ચતુર્થી નિબંધ | Ganesh Chaturthi nibandh Gujarati ma | Ganesh Chaturthi nibandh in Gujarati | ગણેશ ચતુર્થી વિશે નિબંધ ગુજરાતી માં.

ગણેશ ચતુર્થી વિશે નિબંધ ગુજરાતી માં | Ganesh Chaturthi nibandh Gujarati ma

ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે. આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધૂમ ધામ થી ઊજવાય છે. ગણેશ ચતુર્થી દર વર્ષે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિના માં આવે છે. અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવા સુદ ચોથ ના દિવસે ગણેશ ચતુર્થી મનાવવા માં આવે છે.

શિવ અને પાર્વતી ના પુત્ર શ્રી ગણેશજી ના જન્મદિવસ તરીકે ગણેશ ચતુર્થી મનાવવા માં આવે છે. ગણેશ ચતુર્થી ને “વિનાયક ચતુર્થી” પણ કહેવા માં આવે છે. ગણેશ ચતુર્થી અગિયાર દિવસ નો તહેવાર છે. ભગવાન ગણેશજી બાળકો ના ખુબ જ પ્રિય હોય છે એટલે ગણેશ ચતુર્થી બાળકો નો પ્રિય તહેવાર પણ ગણાય છે. ગણેશજી ના આગમન થી બાળકો આનંદ માં આવી જાય છે.

ગણેશ ચતુર્થી નિબંધ or Ganesh Chaturthi nibandh Gujarati ma
ગણેશ ચતુર્થી નિબંધ

હવે લોકો પ્રદુષણ અટકાવવા માટે પીઓપી ની મૂર્તિઓ ના બદલે માટી ની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ નો ઊપયોગ કરે છે. જેથી કરીને પ્રદુષણ ઓછું થાય અને સ્વચ્છ રહે અને નદીઓ અને તળાવો નું પાણી સ્વચ્છ રહે. ચતુર્થી ના દિવસે લોકો પોતાના ઘરમાં, શેરીઓમાં, ફળિયામાં, સોસાયટીમાં ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરે છે.

ઘણી જગ્યા એ લોકો મોટા મોટા મંડપો બાંધી ને ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના કરે છે. ગણેશજી ના આગમન પહેલા જ ઘર, શેરીઓ, ફળિયાઓ અને સોસાયટીઓ ફૂલો, તોરણો અને રોશની વગેરે જેવી સજાવટ ની વસ્તુઓ થી શણગારે છે. હિન્દૂ ધર્મ માં માન્યતા છે કે ગણેશજી ઘરે આવે ત્યારે ઘર માં ખુશી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમની સાથે લઇ ને આવે છે.

લોકો સવાર અને સાંજ ગણેશજી ની પૂજા અને આરતી કરે છે. લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય હોય છે એટલે લોકો લાડુ અને મોદક નો પ્રસાદ ધરાવે છે. તેની સાથે લોકો અગિયાર દિવસ અલગ અલગ પ્રસાદ અને થાળ ગણેશજી ને ધરાવે છે. ગણેશજી ની પૂજા સામગ્રી માં લાલ ફૂલ, કપૂર, પ્રસાદ, દુર્વા ઘાસ વગેરે જેવી સામગ્રી નો ઊપયોગ થાય છે. ગણેશજી ની પૂજા પૂરા ભક્તિ ભાવ અને શ્રદ્ધા થી કરીયે તો મન ની બધી મનોકામના પૂર્ણ થાય છે.

આખા ભારત દેશ માં ગણેશ ચતુર્થી ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવવા માં આવે છે. એમાં પણ મહારાષ્ટ્ર માં ગણેશ ચતુર્થી ની ઊજવણી ખુબ જ વધારે પ્રમાણ માં થાય છે. મહારાષ્ટ્ર માં લાલબાગ ના રાજા ખૂબ જ પ્રખ્યાત છે. લાલબાગ ના રાજા ના દર્શન કરવા લોકો અલગ અલગ જગ્યાએ થી આવે છે.

ગણેશજી ના અગિયાર દિવસ ક્યાંય પૂરા થઇ જાય છે. અને અનંત ચતુર્દશી ના દિવસે ગણેશજી ની મૂર્તિનું વિસર્જન કરવા માં આવે છે. વિસર્જન માં લોકો ઢોલ નગારા સાથે નાચતાપર ગુલાલ છાંટે છે. ગાતાં ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન કરે છે. આમ, ગણેશજી નું વિસર્જન પણ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ થી કરવા માં આવે છે.

ગણેશજીની માટીની બનાવેલી મૂર્તિ નું વિસર્જન પણ લોકો ઘર માં ધૂમધામ થી કરે છે. ગણેશજી ઘર માં આવે ત્યારથી જ તેમની સાથે ખુશી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઇ ને આવે છે અને ગણેશજી પ્રસ્થાન કરે ત્યારે પણ બધા વિઘ્નો અને મુશ્કેલીઓ પોતાની સાથે લઇ જાય છે. આમ, પૂરા ભારત દેશ માં ખુબ જ ધામધૂમ થી ગણેશ ચતુર્થી ઊજવવા માં આવે છે.

Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી

ગણેશ ચતુર્થી essay in Gujarati | Ganesh Chaturthi nibandh in Gujarati

ગણેશ ચતુર્થી વિશે નિબંધ essay std 9 તેમજ ગણેશ ચતુર્થી નિબંધ essay std 8 અને ગણેશ ચતુર્થી વિશે નિબંધ essay std 10 માટે પણ ઉપયોગી છે.

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ViralGujaratiClick here

Spread the love

Leave a Comment