મારા સપનાનું ભારત નિબંધ | મારા સપનાનું ભારત 2047 નિબંધ | mara Sapna nu Bharat nibandh Gujarati ma | mara swapna nu bharat essay in gujarati | mara sapna nu bharat 2047 | મારા સ્વપ્નનું ભારત | મારા સ્વપ્નનું ભારત ૨૦૪૭.
Table of Contents
મારા સપનાનું ભારત નિબંધ ગુજરાતી | Mara sapna nu Bharat 2047
ભારતનો ભૂતકાળ અતિ ભવ્ય હતો. તેના પ્રાચીનકાળમાં ઋષિમુનિઓ પાસેથી કેળવણી પામેલા વિદ્યાર્થીઓ સંસ્કારી અને ધાર્મિક સમાજની રચના કરતા. આપણા દેશમાં વેદો, ઉપનિષદો અને ગીતા જેવા ધર્મગ્રંથો તેમજ રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યોની રચના થઈ હતી.
ભારતના વેપારીઓ દુનિયાના દેશો સાથે વેપાર કરીને અઢળક ધન કમાતા. પ્રાચીન ભારત એક સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ, આપણા દેશમાં પરદેશીઓનું આગમન થયા પછી દેશની દુર્દશા શરૂ થઈ. અંગ્રેજોની ભેદભાવભરી અને શોષણખોર આર્થિક નીતિના લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશમાં ગરીબી, બેકારી અને ભૂખમરો ફેલાયાં.

ઈ. સ. 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશમાં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. નદીઓ પર બંધો બાંધીને સિંચાઈની સગવડો વધારવામાં આવી. તેનાથી કૃષિક્ષેત્રે અને ડેરી ઉદ્યોગક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ થઈ. મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડીને સાક્ષરતાનું પ્રમાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા. દેશની ખનીજ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવ્યો.
તેમ છતાં આઝાદી પછી ભારતમાં બધું સમુંસૂતરું થઈ ગયું છે એવું પણ નથી. ભારતના રાજકારણીઓ, અમલદારો, પોલીસો અને મોટા ઉદ્યોગપતિઓ દેશમાં ભ્રષ્ટાચાર ફેલાવે છે. દેશમાં કૌભાંડો ઉપર કૌભાંડો થયા કરે છે. આવી અરાજકતામાં સામાન્ય માણસના અવાજનો પડઘો તો ક્યાંય પડતો જ નથી. ગરીબી, મોંઘવારી અને બેકારી જેવી સમસ્યાઓમાં વધારો થયો છે.
આમ, આજે ચોમેર નિરાશાજનક વાતાવરણ દેખાય છે. તેમ છતાં મારા સ્વપ્નનું ભારત મને ભવ્ય જણાય છે. તેનું એક જ કારણ છેઃ હવે ભારતનો યુવાવર્ગ જાગૃત થવા લાગ્યો છે. તે દેશની સમસ્યાઓની માહિતી મેળવતો અને એમાં રસ લેતો થયો છે. તે દુનિયામાં થતી પ્રગતિ નિહાળી રહ્યો છે. આથી તે ધીરેધીરે દેશની કાયાપલટ કરી શકશે.
21મી સદીના ભારતમાંથી ગંદકી નેસ્તનાબૂદ થઈ ગઈ હશે. મચ્છર અને માખીનો ત્રાસ નહિ જેવો થઈ ગયો હશે અને તેથી તાવ, ખાંસી, ઝાડા ઇત્યાદિ રોગોથી લોકોને મુક્તિ મળી હશે. ભારતભરમાં પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળતું થઈ ગયું હશે, જેથી લોકોને ખારું પાણી પીવાની ફરજ નહિ પડે.
21મી સદીની મારી કલ્પનાના ભારતમાં ગામડાં પગભર થઈ ગયાં હશે જેથી શહેરોનું ભારણ ઓછું થશે. એ સાથે જ ભારતમાંથી બાળમજૂરીની પ્રથાનો પણ અંત આવ્યો હશે. 21મી સદીનું ભારત સમગ્ર વિશ્વમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ટોચના સ્થાને બિરાજતું હશે. ખાસ કરીને કમ્પ્યૂટર ક્ષેત્રે ભારતનો ડંકો વાગતો હશે, જેને કારણે જગતનાં બધાં રાષ્ટ્રો ભારતની મૈત્રીને ઇચ્છશે.
21મી સદીમાં ભારત રમતગમત બાબતે પણ જગતભરમાં આગળ પડતું સ્થાન ભોગવતું હશે. ક્રિકેટમાં એનો ડંકો વાગતો હશે, તો ઑલિમ્પિક રમતોમાં ભારત ચંદ્રકોના ઢગલા મેળવતું થઈ ગયું હશે.
મારા સ્વપ્નના ભારતમાં જ્ઞાતિવાદ, જાતિજાતિ વચ્ચેના ઝઘડા તથા ધર્મના નામે થતા ઝઘડા રહ્યા નહિ હોય. વળી, નવી પેઢીના મનમાં પુત્ર અને પુત્રી વચ્ચેનો કોઈ જ ભેદ નહિ હોય. નવી પેઢી એક સંતાનની પ્રણાલિકાનો સ્વીકાર કરશે, તેથી વસ્તીવધારાને નાથી શકાશે.
મારા સ્વપ્નના ભારતમાં ભ્રષ્ટાચાર નહિ હોય. લોકો સુખસંપન્ન હશે. દેશના તમામ નાગરિકોને પાયાની જરૂરિયાતો સહેલાઈથી ઉપલબ્ધ થતી હશે અને સારી સમાજવ્યવસ્થા ગોઠવાઈ હશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે આપણા દેશે નોંધપાત્ર પ્રગતિ સાધી હશે. આપણી સરહદો સંપૂર્ણપણે સલામત હશે. તેથી ભારત સાથે સંઘર્ષ કરવાનું પાકિસ્તાન કે ચીન સ્વપ્નમાં પણ વિચારશે નહિ. દેશમાં ગેરરીતિઓ વગર પ્રામાણિકતાથી ચૂંટણીઓ લડાતી હશે અને પ્રામાણિક અને સ્વચ્છ નેતાગણ ચૂંટાશે.
આપણા દેશના નાગરિકોમાં વિદ્વાનો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ અને સૈનિકો પ્રત્યે માનની લાગણી હશે. તમામ ક્ષેત્રોમાં ભારત દુનિયાના દેશોને નમૂનેદાર માર્ગદર્શન આપતું થઈ જશે.
ભારતના ઉજ્વળ ભવિષ્ય વિશેનું મારું સ્વપ્ન જરૂર સાકાર થશે એવી મને શ્રદ્ધા છે.
Read Also: વર્ષાઋતુ નિબંધ ગુજરાતી
મારા સ્વપ્નનું ભારત | Mara sapna nu Bharat 2047
આપણા માટે ગર્વની વાત છે કે ભારતમાં અલગ-અલગ જાતિ અને ધર્મના લોકો સાથે રહે છે. આપણો દેશ આપણી સંસ્કૃતિ અને વિવિધતામાં એકતા માટે પ્રચલિત છે. ભારતે કેટલાક સમયથી વિભિન્ન ઉદ્યોગોમાં પ્રગતિ કરી છે. દેશમાં હજુ પણ આર્થિક અસમાનતા છે. અમીર વધુને વધુ અીર બની રહ્યા છે અને ગરીબ વધુને વધુ ગરીબ. આજથી અમુક વર્ષો પછી હું એવા ભારતનું સપનું જોવું છું જ્યાં ધન સમાન રૂપથી નાગરિકોમાં વહેંચાયેલું હોય.
દેશની પ્રગતિ માટે શિક્ષણનું ખૂબ જ મહત્વ છે અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ સરકાર કરી જ રહી છે. પરંતુ શિક્ષણ ને એક ધંધાકીય પ્રવૃત્તિના રૂપે ન લેતા ઓછામાં ઓછા મૂલ્યે શિક્ષણ આપવું જોઈએ. ભારતમાં ગામડે ગામડે શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે પણ એક સમાન કાયદા ઘડાય તેવા પ્રયત્ન સરકારે કરવા જોઈએ. તેથી દરેક બાળકો પોતાની ક્ષમતા અને આવડતને સાબિત કરી શકે.
દેશમાં રોજગારી ની તકો ઓછી છે. જે વ્યક્તિ યોગ્યતા ધરાવે છે તે નોકરી મેળવવામાં અસફળ થાય છે. ભ્રષ્ટાચાર પણ તેમાં મોટો ભાગ ભજવે છે. મારા સપનાના ભારતમાં રોજગાર વ્યક્તિની ક્ષમતા મુજબ મળવો જોઈએ જેથી દેશનો વિકાસ થાય. ગામડાઓમાં ખેડૂતો પોતાની જમીનના માલિક હોય. તેમના ખેતરોમાં હંમેશા હરિયાળી અને જીવનમાં ખુશી હોય. મિલો અને કારખાનાઓમાં ખુશીથી કામ કરતા મજૂર વર્ગ દેશને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરે.
દેશમાં બેકારીનો પ્રશ્ન નાબૂદ થાય અને ભૂખ લોકોના મૃત્યુ નું કારણ ન બને. આવા ભારત ની હું કલ્પના કરું છું. જાતિવાદનો મુદ્દો ભારતમાં ખુબ મોટો ભાગ ભજવે છે. મારા સપનાના ભારતમાં જાતિવાદ કે ધર્મનો ભેદભાવન રાખતા બધાને સમાન હક પ્રાપ્ત થવા જોઈએ. જાતિવાદ પછી પરંતુ પહેલા બધા જ મનુષ્ય છે. ભારતમાં મહિલાઓને પણ સમાન હક પ્રાપ્ત થવા જોઈએ. આજે મહિલાઓ પુરુષોની બરાબરીમાં ઉભી છે. મહિલાઓની સુરક્ષા એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
હું એવા ભારતનું સપનું જોવું છું કે દેશ ભ્રષ્ટાચાર મુક્ત થાય અને નેતાઓ પોતાના સ્વાર્થ ને બદલે દેશની સેવામાં સમર્પિત હોય . મારો ભારત દેશ ફરીથી “સોને કી ચીડિયા” ના નામથી ઓળખાય તેવા ભારતનું હું સપનું સેવું છું.
મારા સપનાનું ભારત essay in Gujarati
મારા સપનાનું ભારત essay std 9 તેમજ મારા સપનાનું ભારત essay std 8 અને મારા સપનાનું ભારત essay std 10 માટે પણ ઉપયોગી છે.
Read Also: ઉનાળાની બપોર નિબંધ
ViralGujarati | Click here |