ધોરણ 6 ગુજરાતી પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય | dhoran 6 gujarati chapter 2

Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય Textbook Questions and Answers. dhoran 6 Gujarati chapter 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય. std 6 swadhyay Gujarati or ધોરણ 6 ગુજરાતી પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય.

ધોરણ 6 ગુજરાતી પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય ના પ્રશ્ન અને જવાબો | dhoran 6 gujarati hindmata ne sambodhan solutions

પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય ના પ્રશ્ન(hindmata ne sambodhan question answer in gujarati).

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો:

પ્રશ્ન 1. આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? [ ]
(ક) ધરતીને
(ખ) હિન્દને
(ગ) હિન્દમાતાને
(ઘ) સૌ સંતાનોને
જવાબ: (ગ) હિન્દમાતાને

પ્રશ્ન 2. કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ? [ ]
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ઘ) પુણ્યની
જવાબ: (ગ) દેવોની

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
જવાબ: કવિ વંદન સ્વીકારવાનું હિંદમાતાને કહે છે.

પ્રશ્ન 2. હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
જવાબ: સારું અને પૌષ્ટિક ખાવા-પીવાનું આપીને હિંદમાતા બધા સંતાનોનું પોષણ કરે છે.

પ્રશ્ન 3. આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે ?
જવાબ: હિન્દુસ્તાનમાં રહેનાર બધા એકસમાન છે, બધા એ પરસ્પર પ્રેમ રાખવો જોઇએ તથા એકબીજાની મદદ કરવી જોઈએ, એવો ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે.

પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1. ભારતમાં કયા-કયા ધર્મ પાળતી પ્રજા વસે છે ?
જવાબ: ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ વગેરે અનેક પ્રકાર ના ધર્મ પાળતી પ્રજા વસે છે.

પ્રશ્ન 2. ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
જવાબ: જે રીતે એક માતા બાળકનું પોષણ કરે છે, એ જ રીતે, ભારતમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો, જેમ કે ખોરાક અને પાણી આપે છે, તે માતાની જેમ બધા ને એકસમાન રીતે રાખે છે અને એકસરખો પ્રેમ આપે છે. તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે.

પ્રશ્ન 3. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
જવાબઃ કારણ કે ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, બૌદ્ધ વગેરે જેવા ધર્મ પાળતી પ્રજા વસે છે. એટલે બધાં ને કોઈ પણ પ્રકારના ભેદભાવ કર્યા વગર સંપીને પ્રેમપૂર્વક રહે છે. અહીં ભારત માં નાત-જાત કે અમીરીગરીબીના ભેદભાવ નથી. તેથી ભારતમાં વસતી પ્રજને કવિ એકસમાન ગણે છે.

પ્રશ્ન 4. ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ?
જવાબઃ
ભારતમાતાનાં બધા સંતાનો છેલ્લે પરસ્પર પ્રેમથી રહેવાની અને પરસ્પરને એક બીજા ને મદદ કરવાની પ્રાર્થના કરે છે. આપણે સ્વાર્થી ન બનતાં, આપણે બધા ને ભાઈ સમજીને અને ભારતની ભૂમિ પર રહેનાર બધા ની નિસ્વાર્થ સેવા કરવી જોઈએ. આપણે કોઈ પણ પ્રકારના ઊંચ-નીચ કે અમીર-ગરીબના ભેદભાવ કદી ન રાખવા જોઈએ.

પ્રશ્ન 5. ‘પ્રાર્થના’ વિશે છ-સાત વાક્યો લખો.
જવાબઃ શાળામોમાં પ્રાર્થનાનું સ્થાન અનેરું છે. પ્રાર્થના એ હૃદયનું જ્ઞાન છે. જેમાં સ્નાન કરવાથી આખું શરીર સ્વચ્છ અને પ્રફુલ્લિત થાય છે, તેમ પ્રાર્થનાથી મન ખુબ પવિત્ર અને પ્રસન્ન થાય છે. પ્રાર્થના માનવીને દયાળુ, નિઃસ્વાર્થી, પ્રેમાળ અને પરોપકારી બનાવે છે. પ્રાર્થનાથી ધૈર્ય અને હિંમત કેળવાય છે તથા જીવનના તમામ સંકટો સામે ઝઝૂમવાની શક્તિ મળે છે. નિયમિત પ્રાર્થના કરનારને પ્રાર્થનામાં અજબ શક્તિનો અનુભવ થાય છે. આમ, પ્રાર્થના દ્વારા જીવનમાં અનેક ગુણો સાહજિક રીતે કેળવાય છે.

2. માગ્યા મુજબ વિગત લખો:

ધોરણ 6 ગુજરાતી પાઠ 2 હિંદમાતાને સંબોધન સ્વાધ્યાય  dhoran 6 gujarati chapter 2

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો:

  1. જ્ઞાની × અજ્ઞાની.
  2. નીરોગી × રોગી.
  3. તવંગર × ગરીબ.
  4. ઉચ્ચ × નીચ.
  5. સમાન × અસમાન.
  6. સાક્ષર × નિરક્ષર.

4. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:

પ્રશ્ન 1. પોષો તમે …..…………………………..
………………………..…. સંતાન સૌ તમારાં !

જવાબઃ પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી ;
સેવા કરે અને તે સંતાન સૌ તમારાં !

પ્રશ્ન 2. સૌની સમાન ……..…………………….
…………………………..…. સંતાન સૌ તમારાં !

જવાબઃ સૌની સમાન માતા, સૌએ સમાન તેથી ;
ના ઉચ્ચ-નીચ કોઈ સંતાન સૌ તમારાં !

5. “વિવિધતામાં એકતા” વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.

પ્રશ્ન 1. ‘વિવિધતામાં એકતા’ વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
જવાબઃ આપણો દેશ ખુબ વિશાળ અને બહુ વૈવિધ્યતાથી ભરેલો છે. અહીં સમુદ્ર, નદીઓ, રણ અને જંગલોથી આ ભારત દેશ સમૃદ્ધ છે. આ દેશમાં અનેક પ્રકાર ની સંસ્કૃતિ અને અન્ય ધર્મના લોકો આવ્યા અને દેશને પોતાનો માની અહીં જ વસી ગયા. આજે ભારત માં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન વગેરે ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. ધર્મ તો અલગ છે જ સાથે સાથે તેમના રીતરિવાજો, પહેરવેશ અને ખાનપાનમાં પણ વિવિધ જોવા મળે છે.

આ વિવિધતા હોવા છતાં દેશની પ્રજા ખુબ સંપ અને ખુબ જ પ્રેમથી રહે છે. પરસ્પર એકબીજાને ખુબ મદદ કરે છે. અહીંયા એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવે છે. અહીં સામાજિક પ્રસંગોમાં સૌ સહભાગી બને છે. આ રીતે અહીં ‘વિવિધતામાં એકતા’નાં દર્શન થાય છે. ખરેખર, આપણે સૌ ભારતમાતાનાં સંતાનો છીએ. તેથી કોઈ પણ પ્રકારના ભેદભાવ, ઊંચ-નીચ વગેરેને અહીં જરા પણ સ્થાન નથી. આપણે સૌ સાથે મળીને ગાઈએ

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

ViralGujaratiClick here

Leave a Comment