ધોરણ 6 ગુજરાતી પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય | dhoran 6 gujarati chapter 1

Class 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન Textbook Questions and Answers. dhoran 6 Gujarati chapter 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય. std 6 swadhyay Gujarati.

ધોરણ 6 ગુજરાતી પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય ના પ્રશ્ન અને જવાબો solutions

પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય ના પ્રશ્ન.

ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન 1. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ?
જવાબ: ચિત્રમાં સ્ટેશન પર અવર-જવર કરતાં ઘણા બધા મુસાફરો, ટિકિટ ચેકર, કુલી, એક બુક-સ્ટૉલ, એક ટી-સ્ટૉલ ચલાવતો દુકાનદાર, ફળ વેચવાવાળો, ધાબળા વેચવાવાળો વગેરે લોકો ચિત્ર માં નજરે પડે છે.

પ્રશ્ન 2. કયા કયા સ્ટૉલ નજરે પડે છે ?
જવાબ: ચિત્રમાં જોવા મળતા સ્ટૉલ આ પ્રમાણ છે: પ્રભાત બુક-સ્ટૉલ અને ટી-સ્ટૉલ.

પ્રશ્ન 3. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
જવાબ: ચિત્રમાં આપેલ ઘડિયાળમાં 4 : 40 વાગ્યા છે.

પ્રશ્ન 4. કયા કયા ફેરિયાઓ નજરે પડે છે ?
જવાબ: ચિત્રમાં ફળ વેચવાવાળો અને ધાબળા વેચવાવાળો જેવા ફેરિયાઓ નજરે પડે છે.

પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય

ધોરણ 6 ગુજરાતી પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય ના પ્રશ્ન અને જવાબો.

1. તમે રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન 1. કયા કયા સ્ટૉલ જોવા મળે છે ?
જવાબ: રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશને જોવા મળતા સ્ટૉલ :

  • બુક-સ્ટૉલ
  • ફરસાણ અને અન્ય મીઠાઈના સ્ટોલ
  • સીંગ અને ચણાનો સ્ટૉલ
  • સ્ટેશનરીનો સ્ટોલ
  • કટલરીનો સ્ટૉલ
  • આઇસક્રીમ પાર્લર
  • ટી-સ્ટોલ અને પાન પાર્લર
  • દૂધકેદ્ન

પ્રશ્ન 2. કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે ?
જવાબ: રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશને લખેલી સૂચનાઓ :

  • ખિસ્સાકાતરુઓથી સાવધાન રહો.
  • કચરો કચરાપેટીમાં જ નાખો.
  • યોગ્ય રીતે લાઇનમાં ઊભા રહો.
  • અહીંયા ગંદકી કરવી નહીં.
  • અહીંયા ધૂમ્રપાન નિષેધ છે.
  • રસ્તો ઓરંગતી વખતે કાળજી રાખવી.
  • રેલવેના પાટા ઓળંગવા નહીં.

પ્રશ્ન 3. કયા કયા વિભાગ અને બારીઓ હોય છે ?
જવાબ: રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા વિભાગો અને બારીઓ :

વિભાગો:

  • પાર્સલ વિભાગ.
  • વિદ્યાર્થી માટે પાસ વિભાગ.
  • ટિકિટ લેવા માટેનો વિભાગ.
  • અન્ય મુસાફરો માટે પણ પાસ વિભાગ.
  • રિઝર્વેશન વિભાગ.
  • સુરક્ષા વિભાગ.
  • મહિલાઓ માટે અલગ ખંડ.
  • મુસાફરો માટે પ્રતીક્ષા ખંડ.
  • વર્કશોપ (રિપેરિંગ વિભાગ).

બારીઓ :

  • ટિકિટ માટે બારી.
  • પૂછપરછ માટે બારી.
  • બુકિંગ માટે બારી.

પ્રશ્ન 4. લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે ?
જવાબ: બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશને લાઉડ સ્પીકર દ્વારા અપાતી સૂચનાઓ :

  • ટ્રેન અથવા બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે અને ક્યારે ઉપડશે તેની તમામ સૂચના.
  • બસ અથવા ટ્રેન મોડી પડવાની હોય તેની સૂચના.
  • કોઈનો સામાન ખોવાયો હોય અથવા મળેલો હોય તો તેની માહિતી.
  • કોઈનું બાળક ખોવાયું હોય તેની સૂચના.
  • ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવા માટે ની સૂચના.
  • અકસ્માત કે દુર્ઘટના વખતે અપાતી અગત્ય ની સૂચનાઓ.

પ્રશ્ન 5. કયા કયા ફેરિયાઓ જોવા મળે છે ?
જવાબ: રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા ફેરિયાઓ :

  • ફળ વેચવાવાળા
  • છાપું વેચવાવાળા
  • સીંગ-ચણા વેચવાવાળા
  • બૂટ-પૉલિશવાળો
  • કટલરી વેચવાવાળા
  • કુલફી, આઈસ્ક્રિમ વેચવાવાળો
  • રમકડાં વેચવાવાળો
  • ચોકલૅટ-બિસ્કિટ વેચવાવાળા
  • પાણીના પાઉચ અને બોટલ વેચવાવાળો

પ્રશ્ન 6. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ?
જવાબઃ
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અમે બધા નીચે પ્રમાણે પ્રયત્ન કરીશું :

  • તમામ કચરો કચરાપેટીમાં જ નાખીશું.
  • ગમે ત્યાં થૂકીશું નહિ કે પાનની પિચકારી મારીશું નહીં.
  • જરાપણ ગંદકી કરીશું નહીં.
  • પાણીનો નળ જરૂર બંધ કરીશું.
  • શૌચ તથા પેશાબ શૌચાલયમાં જ કરીશું.
  • જાહેર સ્થળોની દીવાલો અને બેઠક પર આડાંઅવળાં લીટાં કે ચિતરામણ નહીં કરીએ.

2. નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો:

1. શાળા

  • પાણીનો બગાડ ન કરવો.
  • સ્વચ્છતા જાળવી રાખવી.
  • લાઇનમાં વ્યવસ્થિત ચાલવું.
  • ફૂલ-છોડ ના તોડો.
  • શિસ્ત જાળવો.
  1. દૂધમંડળી
  • વ્યવસ્થિત લાઇનમાં ઊભા રહી દૂધ ભરાવવું.
  • દૂધનું યોગ્ય નોંધણી-કાર્ડ સાથે જ રાખવું.
  • ફેટ અપાવ્યા પછી દૂધ ભરાવવું.
  1. આરોગ્યકેન્દ્ર (દવાખાનું)
  • નવો કે જૂનો કેસ કઢાવવા બારી નંબર 4 પર જવું.
  • પોલિયોની રસી દર રવિવારે પિવડાવવા માં આવશે.
  • શાંતિ જાળવી રાખવી.
  • બૂટ-ચંપલ અહીં ઉતારો.
  1. ગ્રામપંચાયત
  • ગામ ના લોકો ને જન્મ-મરણની નોંધ અચૂક કરાવવી.
  • બધા લોકો ને વેરો સમયસર ભરવો.
  • ગ્રામસભામાં હાજરી જરૂર આપવી.
  1. બસ સ્ટેશન
  • ખિસ્સાકાતરુઓથી સાવધાન રહો.
  • બસ સમયપત્રક મુજબ જ ઊપડશે.
  • કચરો કચરાપેટીમાં જ નાખો.
  • ગંદકી કરવી નહીં.
  • ધુમ્રપાન કરવું નહિ.

3. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો : રેલવે – રેલવેસ્ટેશન

પ્રશ્ન 1.

  1. બસ – ……………..
  2. જહાજ – ………….
  3. વિમાન – …………
  4. રિક્ષા – …………….
  5. હેલિકૉપ્ટર – ……

જવાબ:

  1. બસ – બસ સ્ટેશન.
  2. જહાજ – જહાજમથક અથવા બંદર.
  3. વિમાન – વિમાનમથક અથવા હવાઈ મથક.
  4. રિક્ષા – રિક્ષા સ્ટેન્ડ.
  5. હેલિકોપ્ટર – હેલિપેડ.

4. સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.

પ્રશ્ન 1. સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
જવાબ:

સ્વચ્છતા:

  • સ્વચ્છતા જાળવી રાખવી.
  • સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા.
  • ગંદકી કરવી નહિ.
  • ગમે ત્યાં થુંકવું નહીં.
  • કચરો કચરાપેટીમાં જ નાખવો.
  • દીવાલો ઉપર કે ગમે ત્યાં પાનની પિચકારી મારવી નહીં.

ધૂમ્રપાન નિષેધ:

  • ધૂમ્રપાન નિષેધ છે.
  • ધૂમ્રપાન સ્વાથ્ય માટે ખુબ જ હાનિકારક છે.
  • વ્યસન હંમેશા નોંતરે વિનાશ.

સારું વર્તન:

  • અહીંયા ઊંચા અવાજે બોલશો નહીં.
  • પાણીનો બગાડ કરવો નહીં.
  • ફૂલ-છોડ તોડશો નહીં.
  • પાણી અને વાણી ખુબ વિચારીને વાપરો.
  • સારા વર્તનથી જ માન મળે છે.

Std 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન Additional Important Questions and Answers

પરીક્ષા માં ઉપયોગી થાય તેવા રેલવે સ્ટેશન પાઠ ના વધારાનાં મહત્વપૂર્ણ પ્રશ્નો.

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર:

પ્રશ્ન 1. પાઠમાં આપેલા ચિત્રનું વર્ણન દસ-બાર લીટીમાં કરો.

જવાબ: આ ચિત્ર એક રેલવે સ્ટેશનનું છે. રેલવે સ્ટેશન પર એક ગાડી પણ ઉભી છે. જમણી બાજુ એક ટી-સ્ટોલ આવેલો છે. આ ટી-ઑલ પર ચા વાળો સગડી ઉપર ચા બનાવી રહ્યો છે. અને સામેથી એક મુસાફર ટી-સ્ટોલ બાજુ ચા પીવા માટે આવી રહેલો દેખાય છે, ડાબી બાજુ પ્રભાત નામ નો પુસ્તક-સ્ટોલ આવેલો છે. બુક-સ્ટૉલ કાઉન્ટર ઉપર ઊભેલા ભાઈ બુક-સ્ટૉલ ના માલિક સાથે કંઈક ચર્ચા કરી રહ્યા છે.

વચ્ચેના ભાગમાં ટિકિટ ચેકર એ એક સ્ત્રીને કશુંક સમજાવી રહ્યા છે. તેમની બાજુમાં એક ફળવાળો અને બીજી બાજુ ધાબળા કે કપડાં વેચવાવાળો એમ બે ફેરિયાઓ નજરે પડે છે. એક દંપતી પ્લેટફોર્મ તરફ આવી રહ્યું છે. તેમની પાછળ એક કુલી ટ્રોલી માં ભારે સામાન લઈને જઈ રહ્યો છે. બીજો એક કુલી માથા ઉપર સામાન ઊંચકીને તેની સામેની દિશા બાજુ જઈ રહ્યો છે. પ્લેટફૉર્મ પર લગાવેલી એક ઘડિયાળમાં 4:40 નો સમય દેખાય છે. રેલવે સ્ટેશન પ્લેટફૉર્મની સામેની બાજુ એક બેસવા માટે નો બાંકડો અને તેની બાજુમાં એક કચરાપેટી છે.

પ્રશ્ન 2. ચિત્રમાં કુલ કેટલા માણસો દેખાય છે?
જવાબ: ચિત્રમાં કુલ 15 જેટલા માણસો દેખાય છે.

પ્રશ્ન 3. ચિત્રમાં બતાવેલ બુક-સ્ટૉલનું નામ શું છે ?
જવાબ: ચિત્રમાં બતાવેલ બુક સ્ટોલનું નામ ‘પ્રભાત બુક – સ્ટોલ’ છે.

ViralGujaratiClick here

Leave a Comment