ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય | Dhoran 6 gujarati path 3 દ્વિદલ સ્વાધ્યાય

Class 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ સ્વાધ્યાય પ્રશ્નો અને જવાબો. dhoran 6 gujarati chapter 3 dvidal swadhyay. Dhoran 6 gujarati path 3 દ્વિદલ સ્વાધ્યાય. ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય. Std 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ સ્વાધ્યાય. Class 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ Textbook Questions and Answers.

ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય solutions

ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય ના પ્રશ્નો અને જવાબો.

ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1. વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી ? [ ]
(ક) પરમેશ્વરની
(ખ) મૂર્તિની
(ગ) ચિત્રની
(ઘ) ગણપતિની
જવાબ: (ખ) મૂર્તિની

પ્રશ્ન 2. દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી ? [ ]
(ક) પબ્લિક ફોન
(ખ) મોબાઈલ ફોન
(ગ) સેલ્યુલર ફોન
(ઘ) ગ્રામોફોન
જવાબ: (ક) પબ્લિક ફોન

પ્રશ્ન 3. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ? [ ]
(ક) સ્વચ્છતાનો
(ખ) નમ્રતાનો
(ગ) ખુમારીનો
(ઘ) વફાદારીનો
જવાબ: (ગ) ખુમારીનો

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1. શિલ્પી શું કરી રહ્યો હતો ?
જવાબ: શિલ્પી ખૂબ એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.

પ્રશ્ન 2. બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું ?
જવાબ: બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો એવો ઘસરકો થયો હતો.

પ્રશ્ન 3. યુવકે દુકાનદારને શાની ના પાડી ?
જવાબ: યુવકે દુકાનદારને ત્યાં કામ કરવાની ના પાડી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1. શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો ?
જવાબ: શિલ્મીએ બનાવેલી પ્રથમ મૂર્તિને નાક પર સહેજ નાનો ઘસરકો થવાથી નુકસાન થયું. આ નુકસાન બહુ નજીવું હતું છતાં, હું અને મારા ભગવાન તો આ વાત જાણીએ જ છીએ ને. એવું વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો.

પ્રશ્ન 2. દુકાનદારને કેમ નવાઈ લાગી ?
જવાબ: યુવક ફોન પર કોઈ સ્ત્રી પાસે કામ લાગી રહ્યો હતો. તે અડધા પૈસામાં પણ કામ કરવા તૈયાર હતો. પણ પેલી સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી એક વ્યક્તિ છે, તેથી હમણાં જરૂર નથી. એમ કહી કામ આપવાની ના પાડી. છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ નિશાની ન હતી. યુવકની આવી ખુમારી જોઈ દુકાનદાર આ યુવકને કામ આપવા તૈયાર થયો, છતાં યુવકે કામ કરવાની ના પાડી ત્યારે દુકાનદારને નવાઈ લાગી.

પ્રશ્ન 3. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો ?
જવાબ: યુવક જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એ સ્ત્રીને પોતાના કામથી સંતોષ છે કે નહિ તેમ તે ચકાસવા માંગતો હતો. યુવક આ રીતે પોતાની જાતનું અને પોતાના કામનું સ્વ-મૂલ્યાંકન કરવા માગતો હતો, તેથી તેણે એ સ્ત્રીને ફોન કર્યો હતો.

ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1. માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?
જવાબ: માણસે બીજી મૂર્તિ જોઈ બહુ આશ્ચર્ય અનુભવ્યું, કારણ કે બીજી મૂર્તિ એ પ્રથમ મૂર્તિ જેવી જ હતી. અને મંદિર માટે એકસમાન બે મૂર્તિઓની જરૂર ન હતી.

પ્રશ્ન 2. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ?
જવાબ: પહેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. આમ, મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી દીધી.

પ્રશ્ન 3. સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?
જવાબ: સ્ત્રીએ લૉન કાપવા માટે અન્ય એક માણસને નોકરીએ રાખી લીધો હતો. ફોન કરનાર યુવકે પણ તે નોકરીની માગણી કરી હતી. પરંતુ તે સ્ત્રીએ રોકેલા માણસના કામથી તેને પૂરો સંતોષ હતો. એટલા માટે સ્ત્રીએ ફોન કરનાર યુવક ને નોકરીએ રાખવાની ના પાડી.

પ્રશ્ન 4. સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો ?
જવાબઃ યુવક એ પોતાના કામનું સ્વ-મૂલ્યાંકન કરવા માગતો હતો. અને પોતે જાણવા માગતો હતો કે, પોતાનું કામ માલિકને પસંદ છે કે નહિ, એથી તે જે સ્ત્રીને ત્યાં કામે જતો હતો ત્યાં એણે ફોન કરીને તેણે નોકરી ની માંગણી કરી. પણ જવાબમાં સ્ત્રીએ કહ્યું કે, મારે ત્યાં કામ કરતા વ્યક્તિ થી મને પૂરો સંતોષ છે.સ્ત્રીનો આવો જવાબ સાંભળી યુવક ને ખાતરી થઈ ગઈ કે માલિક(એટલે મેડમ)ને પોતાનું કામ ખુબ પસંદ છે, તેથી તે ખુબ ખુશ થયો.

પ્રશ્ન 5. સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?
જવાબઃ સ્વ એટલે પોતાની અને મૂલ્યાંકન એટલે પરીક્ષા. કોઈ પણ વ્યક્તિ જે પોતાની જાતે પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે તેને ‘સ્વમૂલ્યાંકન’ કહે છે. જયારે પરીક્ષાનું પરિણામ આવી જાય પછી અમને વર્ગમાં ઉત્તરવહીઓ જોવા માટે અપાય છે. તે સમયે હું મારું સ્વમૂલ્યાંકન કરું છું. ક્યા કયા પ્રશ્નમાં કેટલા ગુણ કપાયા તે હું તે સમજવાની કોશિશ કરું છું અને તેની ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે ખુબ પ્રયત્નશીલ બનું છું.

2. વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો.

પ્રશ્ન 1.

  1. ……………
  2. ……………
  3. ……………
  4. ……………
  5. ……………
  6. ……………

ઉત્તર :

  1. સ્ટોર – દુકાન
  2. મૅડમ – બાઈસાહેબ, શ્રીમતી, બાનું
  3. લોન – લીલું ઘાસ
  4. સર – સાહેબ
  5. પબ્લિક – જાહેર
  6. ફોન – દૂરસંચાર
  7. સ્પીકર – અવાજ ફેંકતું, સંભળાવતું સાધન

3. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો:

પ્રશ્ન 1. ઉદાહરણ: પોતાનું × પારકું

  1. જાણ × …………..
  2. નીરસ × …………..
  3. ધ્યાન × …………..
  4. સંતોષ × …………..
  5. જવાબ × ………….
  6. નુકસાન × ………….
  7. પરદેશ × …………..
  8. હાજર × …………..

જવાબઃ

  1. જાણ × અજાણ.
  2. નીરસ × રસિક.
  3. ધ્યાન × બેધ્યાન.
  4. સંતોષ × અસંતોષ.
  5. જવાબ × સવાલ.
  6. નુકસાન × ફાયદો.
  7. પરદેશ × દેશ.
  8. હાજર × ગેરહાજર.

4. નીચેના કોષ્ટકમાં કેટલાંક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો:

પ્રશ્ન 1. નીચેના આપેલા કોષ્ટકમાં કેટલાંક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો.

ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય  Dhoran 6 gujarati path 3 દ્વિદલ સ્વાધ્યાય
ધોરણ 6 ગુજરાતી પાઠ 3 દ્વિદલ સ્વાધ્યાય

તમે કહી શકશો કે સૌથી વધુ કામ કોણ કરે છે અને સૌથી ઓછું કામ કોણ કરે છે ? તમે કયું કયું કામ નથી કરી શકતા ? કેમ ? કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકો ? વિચારીને તમારા વર્ગમાં ચર્ચા કરો.

ઉપરોક્ત સારણીને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1. સૌથી વધુ કામ કોણ કરે છે?
જવાબઃ સૌથી વધુ કામ માતા કરે છે.

પ્રશ્ન 2. સૌથી ઓછું કામ કોણ કરે છે?
જવાબઃ સૌથી ઓછું કામ ભાઈ કરે છે.

પ્રશ્ન 3. તમે કયું કર્યું કામ નથી કરી શકતા? કેમ ?
જવાબઃ હું રસોઈ બનાવી શકતો નથી તથા પણ કપડાં નથી ધોઈ શકતો. કેમ કે, તે કામ હું હજુ શીખ્યો નથી.

પ્રશ્ન 4. કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકે શકો?
જવાબઃ કામની એકસરખી વહેંચણી થઈ શકે તે માટે ઘરના સૌ સભ્યોએ બધા જ પ્રકારનાં કામ શીખવાં જ જોઈએ. સૌએ સરખા ભાગે કામ કરવું જોઈએ.

ViralGujaratiClick here
Gujarati

Leave a Comment