ધોરણ 6 ગુજરાતી પાઠ ૧ રેલવેસ્ટેશન સ્વાધ્યાયપોથી: dhoran 6 gujarati chapter 1 swadhyaypothi | std 6 gujarati sem 1 chapter 1 swadhyaypothi | swa-adhya.
ધોરણ 6 ગુજરાતી પાઠ ૧ રેલવેસ્ટેશન સ્વાધ્યાયપોથી | Dhoran 6 gujarati path 1 swadhyaypothi solutions
ધોરણ 6 ગુજરાતી પાઠ ૧ રેલવેસ્ટેશન સ્વાધ્યાયપોથી ના પ્રશ્નો અને જવાબ.
પ્રશ્ન 1. સંવાદ પૂર્ણ કરો.
ટી.સી. : જરા આપની ટિકિટ બતાવશો?
મુસાફર : હા, જરૂર. આ રહી લો.
ટી.સી. : અરે! આપ તો કોઇ બીજા કોચમાં બેઠા છો !
મુસાફર : પણ હું તો મારા નંબરની સીટ પર જ બેઠો છું.
ટી.સી. : પણ, આ આપનો કોચ નથી.
મુસાફર : તો પછી મારે કયા કોચમાં બેસવાનું છે ?
ટી.સી. : આપે તો 57 કોચમાં બેસવાનું છે.
મુસાફર : સારું, હું તે કોચમાં બેસવા જાઉં.
પ્રશ્ન 2. તમે રેલવેસ્ટેશન, બસસ્ટેશન કે બજારની મુલાકાત લીધી હશે. ત્યાં જોવા મળતી વિવિધ દુકાનોનાં નામ લખો અને તેમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો લખો.
ઉદાહરણઃ કેતુલ પ્રોવિઝન સ્ટોર – પ્રોવિઝન, સ્ટોર.
1. જયહિન્દ બુક સ્ટોલ : બુક, સ્ટોલ.
2. જયભારત ટીસ્ટોલ : ટી, સ્ટોલ.
૩. શ્રી ફૂડઝોન : ફૂડ, ઝોન.
4. સૂર્યા આઈસક્રીમ પાર્લર : આઈસક્રીમ, પાર્લર.
5. ગુજરાત કોલ્ડડ્રિંક્સ હાઉસ: કોલ્ડ ડ્રીંકસ, હાઉસ.
પ્રશ્ન ૩. માગ્યા મુજબ ઉત્તર લખો.
પ્રશ્ન 1. તમારી શાળામાં તમારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે થાય છે?
જવાબ: મારી શાળામાં મારા જન્મદિવસે પ્રાર્થના સભામાં મને ઉભા કરી આજનો દિપક દ્વારા સન્માનવામાં આવે છે. શાળાના વોટ્સએપ ગ્રુપ અને ફેશબુક પેજ ઉપર મને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવે છે. અને ત્યારબાદ શિક્ષકોના આશીર્વાદ લઉં છું. અને શાળાના તમામ બાળકોને ચોકલેટ વહેંચું છું.
પ્રશ્ન 2. તમારો મિત્ર કચરાપેટીની બહાર ચરો ફેંકી રહ્યો છે. તમે શું કરશો?
જવાબ: મારો મિત્ર કચરાપેટીની બહાર કચરો ફેંકી રહ્યો હોય તો હું તેને કચરો કચરાપેટીમાં નાખવા સમજાવીશ. અને જે કચરો બહાર ફેંક્યો છે તેને કચરાપેટીમાં નાખવા કહીશ. સાથે સાથે સફાઈનું મહત્વ પણ સમજાવીશ.
પ્રશ્ન 3. તમે ઘણાં સ્થળોની મુલાકાત લીધી હશે. આ પૈકી તમને કયું સ્થળ સૌથી વધારે ગમ્યું? શા માટે?
જવાબ: અમારા ગામની નજીક આવેલ વાત્રક નદી ઉપરનો ઝાંઝરી ધોધ વધારે ગમે છે. ઝાંઝરી ધોધની આજુબાજુ ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણ હોય છે. નદીના પાણીની ધોધરૂપે પડતું જોવાનો લ્હાવો અનેરો હોય છે. ધોધમાંથી પડતા પાણીની ઠંડક મનમાં પ્રસરી જાય છે. નદી અને ધોધ તેમજ આજુબાજુનો વિસ્તાર ખુબ જ સ્વચ્છ અને રળિયામણો છે. ધોધ જોવા માટે ઘણાં બધાં પ્રવાસીઓ આવે છે. ચોમાસામાં વરસાદ પડ્યા બાદ જાણે કુદરતે મન ભરીને પોતાની સુંદરતા વેરી હોય તે જોવાનો આનંદ ખૂબ જ અનેરો છે. માટે મને આ સ્થળ ખૂબ જ ગમે છે.
પ્રશ્ન 4. ચિત્રના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.

પ્રશ્ન 1. આ ચિત્ર કયા સ્થળનું છે?
જવાબ: આ ચિત્ર ગામના પાદરનું છે.
પ્રશ્ન 2. આ ચિત્ર જોઈને તમને કયો સમય હોય એવું લાગે છે?
જવાબ: આ ચિત્ર જોઈને મને સવારનો સમય હોય એવું લાગે છે.
પ્રશ્ન 3. ચિત્રમાં ક્યા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે?
જવાબ: ચિત્રમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો નજરે પડે છે.
પ્રશ્ન 4. બાળકો કયા વૃક્ષ નીચે રમી રહ્યાં છે?
જવાબ: બાળકો વડલા નીચે રમી રહ્યાં છે.
પ્રશ્ન 5 સ્ત્રીઓને કૂવામાંથી પાણી શા માટે ભરવું પડતું હશે?
જવાબ: સ્ત્રીઓને ઘરે નળ કે અન્ય સગવડ નહીં હોય. તેથી પીવા માટે અને રસોઈ કામ માટે પાણી ભરવું પડતું હશે.
પ્રશ્ન 6. તમારા શેરી, મહોલ્લા, સોસાયટી કે વિસ્તારનું વર્ણન કરો.
જવાબ: મારી શેરી ગામની બધી શેરી કરતાં ઉંચે આવેલી છે માટે ઉંચી શેરીના નામથી જાણીતી છે. મારી શેરી સ્વચ્છ છે. શેરીમાં દરેકના ઘર આગળ એક-એક ઝાડ છે. જેથી શેરીમાં હંમેશા ઠંડક રહે છે. શેરી પહોળી છે. હું મારા મિત્રો સાથે શેરીમાં ઘણી બધી રમતો રહું છું.
પ્રશ્ન 5. તમારે ગ્રામપંચાયત કચેરીની મુલાકાતે જવાનું છે. ત્યાં તમે કેવા પ્રશ્નો પૂછશો? પ્રશ્નો બનાવીને લખો.
1. ગ્રામપંચાયત કચેરીનો સમય કેટલાં વાગ્યા થી કેટલાં વાગ્યા સુધીનો છે ?
2. ગ્રામપંચાયતમાં કેટલાં કર્મચારીઓ કામ કરી રહ્યાં છે ?
3. ગામના નાગરિકો માટે અત્યારે સરકાર તરફથી કઈ યોજનાઓ ચાલુ છે ?
4. આગામી ગ્રામસભાનું આયોજન ક્યારે થવાનું છે ?
5. ગ્રામપંચાયતના કોમન સર્વિસ સેન્ટરમાં ક્યાં ક્યાં કામો થાય છે ?
પ્રશ્ન 6. તમે તમારા ઘરના સભ્યો સાથે કોઈ વાહનમાં મુસાફરી કરી રહ્યા છો. રોડ પર આવતાં ટ્રાફિક ચિહ્નો જોઈ તમે શું કરશો તે લખો.

જવાબ: ઉપર દર્શાવેલ નિશાની આવે ત્યારે વાહનને જમણી બાજુ ગોળ વળાંક વાળવું તે દર્શાવે છે.

જવાબ: ઉપર દર્શાવેલ નિશાની આગળ સાંકડો રસ્તો છે તેમ દર્શાવે છે. આવી નિશાની આવે ત્યારે વાહન હંમેશા ધીમું હંકારવું જોઈએ.

જવાબ: ઉપર દર્શાવેલ નિશાની જમણી બાજુ વળવાની મનાઇ છે તેવું સૂચવે છે.

જવાબ: ઊપર દર્શાવેલ નિશાની ચાર રસ્તાની છે. અહીં વાહનોની અવર જવર વધારે રહેતી હોવાથી આપણે વાહન ધીમું હંકારવું જોઈએ.

જવાબ: ઉપર દર્શાવેલ નિશાનીનો અર્થ આગળ શાળા છે તેમ થાય છે. આવી નિશાની આવી ત્યારે આપણા વાહનની ઝડપ ઓછી કરવી જોઈએ.
પ્રશ્ન 6. નીચેના પૈકી કઈ નિશાની ‘ફક્ત ડાબી બાજુ’ વાહન હાંકવાનું સૂચવે છે?

પ્રશ્ન 7. સમયપત્રકના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.

પ્રશ્ન ૧. કઈ બસ સૌથી વધુ સમય સ્ટેશન પર રોકાય છે?
જવાબ: અમદાવાદથી ધર્મજ જતી બસ સ્ટેશન પર વધુ સમય રોકાય છે.
પ્રશ્ન 2. કઈ કઈ બસ સ્ટેશન પર 4 મિનિટ રોકાય છે?
જવાબ: અમદાવાદથી ખંભાત અને અંબાજીથી પેટલાદ જતી બસ બસ સ્ટેશન પર 4 મિનિટ રોકાય છે.
પ્રશ્ન 3. કઈ બસ સૌથી ઓછો સમય સ્ટેશન પર રોકાય છે?
જવાબ: અમદાવાદથી આણંદ જતી બસ સ્ટેશન પર સૌથી ઓછો સમય રોકાય છે.
પ્રશ્ન 4. સૌથી છેલ્લે ઊપડતી બસ કઈ છે?
જવાબ: સૌથી છેલ્લે ઉપડતી બસ અંબાજીથી પેટલાદ છે.
પ્રશ્ન 5. 10 : 00 am અને 11 : 00 am વાગ્યાની વચ્ચે કઈ કઈ બસ સ્ટેશન પર આવે છે?
જવાબ: 10:00 am અને 11:00 am વાગ્યાની વચ્ચે ડીસાથી આણંદ અને અમદાવાદથી ધર્મજ જતી બસો બસ સ્ટેશન પર આવે છે.
પ્રશ્ન 6. સ્ટેશન પર આવતી સૌ પ્રથમ બસ કઈ હશે?
જવાબ: સ્ટેશન પર સૌપ્રથમ કડીથી વડોદરા જતી બસ હશે.
પ્રશ્ન 7. અમદાવાદથી કેટલી બસો ઊપડે છે?
જવાબ: અમદાવાદથી ત્રણ બસ ઉપડે છે.
Read Also: ધોરણ 6 ગુજરાતી પાઠ 1 રેલવે સ્ટેશન સ્વાધ્યાય
ViralGujarati | Click here |