અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2023 | Anubandham Gujarat Portal

અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન | Anubandham Gujarat Registration | anubandham portal | anubandham gujarat gov in | anubandham app | anubandham gujarat gov in registration login |

અનુબંધમ ગુજરાત | અનુબંધમ પોર્ટલ

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 થી મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 : ભારત સરકાર અને ગુજરાત સરકાર મળી ને ગુજરાત ના નાગરિકોની સુખાકારી માટે નવી-નવી ઘણી બધી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી હોય છે. આપણા દેશના અને રાજ્યના યુવાધન એ આપણા દેશ માટે સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. આવનાર સમય માં યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે વિવિધ વિભાગ અને કચેરીઓ કાર્યરત છે. આપણા ગુજરાતમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી માટે ઈચ્છુક યુવાઓ વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે માટે Digital India પ્રોગ્રામ હેઠળ “અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટ ના માધ્યમથી સહેલાઇ થી સંકલન થઈ શકે છે.

અનુબંધમ રોજગાર પોર્ટલ 2023

સંસ્થાનું નામDirectorate of Employment & Training,
Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરવું?
Online Registration  
(કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત
(Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021
અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022 or Anubandham Gujarat Registration

આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા “રોજગાર દિવસ” ના દિવસે Anubandham Portal & Mobile Application નું લોન્‍ચિંગ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો ખુબ સારી રીતે સમન્‍વય થઇ શકશે. જેના કારણે નોકરી મેળવવા માંગતા આપણા રાજ્ય ના યુવાનોને બહુ સરળતાથી નોકરી પ્રાપ્ત થઇ શકશે. અને નોકરી દાતાઓને પણ આ Anubandham પોર્ટલ દ્વારા ખુબ વિશાળ ડેટાબેઝના આધારે ભવિષ્ય માં ખુબ સારા કર્મચારીઓ મળશે.

આપણા ગુજરાત રાજ્ય ના Department of Labour and Employment (Government of Gujarat) ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ Anubandham વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય આપણા ગુજરાત રાજ્યમાં તમામ યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર ને લગતી તમામ સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે.

  • તેમજ ITI અને અન્ય વિવિધ કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળા માટે તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા તમામ શિક્ષિત યુવાનોને નોકરી માટે ભવિષ્ય માં મદદરૂપ થાય છે.

અનુબંધમ પોર્ટલ લાભ

અનુબંધમ મોબાઈલ એપ્લિકેશન (anubandham app) અને વેબ પોર્ટલ દ્વારા આપણા રાજ્ય ના લોકો ને ઘણા બધા ફાયદા થશે. આ પોર્ટલ દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર બન્નને એકબીજા સાથે સંપર્ક કરવામાં ખુબ સરળતા રહશે. આ ઉપરાંત અન્ય કયા-કયા લાભો થાય તે તમે નીચે મુજબ જોઈ શકો છો.

  1. રાજયના યુવાનોને નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર ખુબ સહેલાઇ થી ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરી શકશે.
  2. રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની તમારે હવે જરૂર નથી, હવે માત્ર અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  3. ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો સહેલાઈ થી રોજગાર મેળવી શકશે.
  4. ક્વિક સર્ચ અને ફિલ્ટર જેવી સુવિધાથી આપણા રાજ્ય ના સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી સહેલાઈ થી મેળવી શકશે.
  5. ઉમેદવારની લાયકાત અનુસાર તેમને રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  6. અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે તમને કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  7. આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે ખુબ જ સચોટ માહિતી સહેલાઈ થી મેળવી શકે છે.
  8. આ પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઇન્ટરવ્યૂ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા સહેલાઈ થી મેળવી શકે છે.
  9. Anubandham Portal દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ મોટા ખર્ચમાંથી મુક્તિ મળશે.
  10. Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ સહેલાઈ થી પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી સહેલાઈ થી કરી શકશે.
  11. નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઇન્ટરવ્યૂ સહેલાઈ થી યોજી શકે છે.
  12. રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર સહેલાઈ થી ભરી શકે છે.
  13. Job Provider નોકરી વિવિધ મેળા યોજી પોતાની જરૂરિયાત અનુસાર કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી સહેલાઈ થી કરી શકશે.
  14. Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સહેલાઈ થી મળશે.

અનુબંધમ લોગીન | Anubandham Rojgar Portal Login

રાજયના ઇચ્છુક ઉમેદવારો અને તેમજ નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર Online રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન કુલ બે પ્રકારના હોય છે. પહેલું છે Job Seeker login અને બીજું Job Provider Login (જે લાગુ પડતું હોઈ) એમ બનાવવાના હોય છે . આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office Jamnagar દ્વારા બનાવેલ Youtube Video જોઈ શકો છે અને લખાણ નીચે મુજબ આપેલી છે.

અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન

State Job Portal ઉપર રાજયના નોકરી મેળવવા ઈચ્છતા તમામ યુવાનો ને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. Anubandham Gujarat login કેવી રીતે બનાવી શકાય. તે તમે નીચે મુજબ જાણી શકસો.

  • સૌપ્રથમ તમે Google માં “Anubandham Portal viralgujarati.com” ટાઈપ કરવું.
  • ત્યારબાદ તમે અનુબંધમ પોર્ટલ પર “Register” ના બટન પર ક્લિક કરવું.
  • જેમાં જો તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” એવું સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઇચ્છુક ઉમેદવારે પોતાની Email Id or Mobile Number નાખીને તમારા મોબાઈલ પર OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • ત્યારબાદ OTP વેરીફાઈ થયા બાદ ઇચ્છુક ઉમેદવારે પોતાની Basic ઇન્ફોમેશન, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ ઇચ્છુક ઉમેદવારે નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ કુલ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમ કે Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વિગતો ભરવાની રહેશે.
  • ત્યારબાદ તમે “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન

Job Portal Gujarat દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન સરળતા થી થઈ જશે. રાજ્યની સંસ્થાઓ કે અન્ય વિભાગ/કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં Job Provider તરીકે portal ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

અહીંયા આપડે Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તે નીચે મુજબ જોઈશું.

  1. સૌપ્રથમ તમે Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  2. ત્યાર બાદ તમે અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
  3. ત્યાર બાદ જેમાં નોકરીદાતા હોય તો ત્યાં “Job Provider / Employer” સિલેક્ટ કરવાનું રહેશે.
  4. ત્યારપછી “Job Provider” એ પોતાની Email Id or Mobile Number નાખીને મોબાઈલ પર આવેલ OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  5. ત્યારપછી OTP વેરીફાઈ થયા બાદ જે તે ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  6. ત્યારપછી “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન- જરૂરી દસ્તાવેજો

નીચે મુજબ આપેલા છે. આ પ્રમાણપત્રો ફફ્ત Online Registration માટે જરૂર છે.

  1. મોબાઈલ નંબર.
  2. Email Id.
  3. પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  4. આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી (કોઈપણ એક).
  5. લાયકાતની માર્કશીટ.
  6. અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર.

અનુબંધમ મોબાઈલ એપ

  1. Anubandham App પર જે તે ઉમેદવારોએ કોઈપણ જગ્યાએથી Login કરી શકે છે.
  2. ઉમેદવારો આ Anubandham App દ્વારા સરળતાથી Job Serach કરી શકે છે.
  3. નોકરી મેળવનાર ઉમેદવાર કોઈપણ જગ્યાએથી Job Applied કરી શકે છે.
  4. જોબ મેળવનાર ઉમેદવાર નોકરી માટે અરજી કરેલ હોય તો તેના interview ની તારીખ અને સમય પણ મોબાઈલ એપ્લિકેશન ઉપર જોઈ શકે છે.
  5. Job Fair participation વિશેની તમામ માહિતી પણ anubandham app દ્વારા મેળવી શકે છે.
  6. Anubandham Rojgar Portal પર register કરેલા ઉમેદવારો પોતાની રીતે આ એપ્લિકેશન દ્વારા Job Preferences આપી શકે છે.

અનુબંધમ ગુજરાત હેલ્પલાઇન

Office Address:- Block No.1,3  3rd Floor, Dr. Jivraj Mehta Bhavan, Old Secretariat, Gandhinagar, Gujarat -382010

અનુબંધમ લોગીન પેજઅહીં ક્લિક કરો

Read Also: આઈ ખેડૂત પોર્ટલ યોજના 2023

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

Q 1. અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans: Official Website Is https://anubandham.gujarat.gov.in/home

Viral Gujarati HomeClick here

Leave a Comment