ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022 ઘરેબેઠા મેળવો  નોકરીની માહિતી

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022: આપણી ગુજરાત સરકાર દ્વારા યુવાઓને વિવિધ નોકરીઓની માહિતી ઘરેબેઠા પોતાના મોબાઈલ માં મળી રહે એ માટે અનુબંધમ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે.આ પોર્ટલમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ અને સરકારી નોકરીઓની માહિતી દરરોજ અપલોડ કરવામાં આવે છે.

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટની યાદી: તમારો મોબાઈલ નંબર. પાસપોર્ટ સાઇઝનો ફોટો. તમારું ઈમેલ ID. કોઈપણ એક સરકારી ID (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટનીકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ). માર્કશીટ (અભ્યાસ કર્યો હોય એ મુજબ). અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો).

નોકરી મેળવવા (Job Seeker) માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની રીત સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ @ anubandham.gujarat.gov.in ની મુલાકાત લો. ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ ઓપન કર્યા બાદ | “Register” બટન પર ક્લિક કરો. એમાં "Job Seeker" ઑપ્સન સિલેક્ટ કરો. ત્યારબાદ તમારી ઈમેલ ID અને મોબાઈલ નંબર એન્ટર કરો અને OTP દ્વારા તેને વેરીફાય કરો. વેરિફિકેશન ની પક્રિયા પૂર્ણ થયા બાદ જે ફોર્મ ખુલશે તેમાં તમારી તમામ માહિતી ભરો. માહિતી ભર્યા બાદ છેલ્લે ‘Sign Up’ બટન પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લેટ કરો.

નોકરી દાતા (Job Provider) માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની રીત સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in -il મુલાકાત લો. ત્યારબાદ હોમપેજ માંથી મેનુ પર ક્લિક કરી “Job Provider” ના ઑપ્સન પર ક્લિક કરો. હવે બીજું પેજ ઓપન થાય એમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ ID એન્ટર કરો અને OTP દ્વારા તેને વેરીફાય કરો. વેરિફિકેશન પછી ફોર્મમાં જે માહિતી માંગેલી છે તે તમામ માહિતી સચોટ ભરો. માહિતી ભર્યા બાદ છેલ્લે ‘Sign Up’ પર ક્લિક કરો.

અનુબંધમ પોર્ટલ હેલ્પલાઇન નંબર નોકરી શોધનાર કે નોકરીદાતા બંને ને કોઈપણ સમસ્યા કે સવાલ હોય તો તે અનુબંધમ પોર્ટલ માં આપેલા હેલ્પલાઇન નંબર દ્વારા તે સમસ્યા નું નિવારણ કરી શકે છે. હેલ્પલાઈન નંબર: 6357390390.

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022 – ઘરેબેઠા મેળવો નોકરીની માહિતી શુ તમારે નોકરીની જરૂર છે? ધોરણ 4 પાસ,7 પાસ,8 પાસ,10 પાસ માટે નોકરીની માહિતી ઘરેબેઠા મેળવો તમારા મોબાઈલ માં. રજીસ્ટ્રેશન કરવા અહીં નીચે ક્લિક કરો.