આજનું રાશિફળ ગુજરાતીમાં

મેષ: ધર્મકાર્ય અને શુભ કાર્ય થવાથી આનંદ-ઉત્સાહ અનુભવો. નોકરી ધંધાર્થે બહાર કે બહારગામ જવાનું આયોજન થાય.

વૃષભ: આપના કામમાં રૂકાવટ વિલંબ જણાય. સામાજિક વ્યવહારિક પ્રશ્ને આપે મૌન રહેવું. તબિયતની કાળજી રાખવી.

મિથુનઃ નોકરી ધંધાના કામમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. હર્ષ-લાભ રહે.

કર્ક: મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ ખરીદીને લીધે નાણાંભીડ અનુભવાય.

સિંહ: આપના કામમાં સાનુકુળતા સરળતા થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય છે. સંતાનના પ્રશ્ને આપને રાહત રહશે.

કન્યા: ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં. કોઇના દોરવાયા દો૨વાઈ જઈને કાંઈ કામકાજ ક૨વું નહીં.

તુલાઃ આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. યાત્રા પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ અનુભવાય.

વૃશ્ચિક: નોકરી-ધંધાની સાથે આપે અન્ય કામકાજ અંગે વ્યસ્ત રહેવું પડે. કુટુંબ પરિવારનો સાથ-સહકાર મળી રહે.

ધનઃ માનસિક પરિતાપ છતાં આપને કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.

મકર: કામકાજમાં રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપના ધાર્યા પ્રમાણે કામ થઇ શકે નહીં.ખર્ચ ખરીદી જણાય.

કુંભ: પુત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ ફાયદો રહે.

મીન: આપના કામકાજમાં મિત્રવર્ગનો સહકાર મળી રહે. જમીન મકાન વાહનના કામમાં આપને સાનુકુળતા મળી રહે.