રેલવે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી | railway station nibandh gujarati

રેલવે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી | railway station nibandh gujarati essay.

Here, I’m providing short and long essays on railway station in Gujarati for students with different word limits. This essay topic is useful for every student which belongs to GSEB classes 1 to 12 and also for higher classes who need to know about the topic. The language is kept very simple so that every student can very easily understand it.

રેલ્વે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી

રવિવારનો દિવસ હતો. મારા મામા સપરિવાર મુંબઈથી રાજકોટ આવવાના હતા. હું મારા પિતાજી સાથે મામાને તેડવા સવારે સાત વાગ્યે સ્ટેશને પહોંચ્યો.

રાજકોટના વિશાળ રેલવે-સ્ટેશનની બહાર વાહનોની ખૂબ ભીડ હતી. તેમાં રિક્શાઓ અને ટેક્સીઓ હારબંધ ઊભેલી હતી. સામે જ વિશાળ જગ્યામાં ખાનગી વાહનો સાઇકલો, સ્કૂટરો, મોટરો વગે૨ે પાર્ક કરેલાં હતાં. વાહનોની અવરજવર સતત ચાલુ જ હતી. સ્ટેશનના ટાવરનું વિશાળ ઘડિયાળ સવારના આઠનો સમય બતાવતું હતું.

રેલવે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી or railway station nibandh gujarati
રેલવે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી

સ્ટેશન પર હારબંધ અનેક ટિકિટબારીઓ હતી. ત્યાં મુસાફરોની લાંબી કતારો લાગેલી હતી. દીવાલ પર અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં રેલવે સમયપત્રકનાં પાટિયાં લગાવેલાં હતાં. રેલવે-સ્ટેશન પર પૂછપરછ બારી, પ્રતીક્ષાખંડ, બાંકડા, કચરાપેટીઓ, વજનકાંટો વગેરે હતાં.

અમે પ્લૅટફૉર્મ ટિકિટ ખરીદી અને એક નંબરના પ્લૅટફૉર્મ પર ગયા. ગાડી આવવાનો સમય થઈ ગયો હતો એટલે લોકોની ભીડ પણ ખૂબ હતી. એવામાં જાહેરાત થઈ કે મુંબઈથી આવતી ગાડી અડધો કલાક મોડી છે. આથી અમને પ્લેટફૉર્મ પર આમતેમ આંટા મારવાનો મોકો મળ્યો. પ્લૅટફૉર્મ પર ઠેરઠેર બાંકડા, ચા-નાસ્તાના નાના મોટા સ્ટૉલ, છાપાં અને સામયિકોના સ્ટૉલ, પાણીના નળ વગેરે હતા.

દરેક સ્ટૉલ પર લોકોની ખૂબ ભીડ હતી. લાલ પાઘડી અને લાલ શર્ટ પહેરેલા કુલીઓ માથા પર સામાન ઊંચકીને આવતાજતા હતા. કેટલાક કુલીઓ ઠેલણગાડીઓ લઈને દોડતા હતા. સ્ટેશન પર ઘોંઘાટનું વાતાવરણ હતું. આવા ઘોંઘાટમાં પણ કેટલાક લોકો બાંકડા પર બેઠાંબેઠાં કે સામાન પર માથું ટેકવીને આરામથી ઊંઘતા હતા !

સ્ટેશન પરનું વાતાવરણ જોઈને મને કવિ સુન્દરમ્ની ‘14-7ની લોકલ’ કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી. તેમાં કવિએ ધસમસતી આવતી ટ્રેનનું કેવું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે!

“ગામડા ગામના ભોળા ખેડૂના દેણની સમી ક્ષણમાં વાધતી આવે ધોડતી પ્લૅટફૉર્મમાં ફૂંફાડે, હાંફતી, મોટા સીત્કારાઓ ડરામણા કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી.”

કવિએ ટ્રેનની સીટીને કવિ કઈ રીતે વર્ણવે છે? –

ફરૂરે ગાર્ડની સીટી ખિસ્કોલી જેમ ખાખરે અને ત્યાં ઊપડી જાતી એમ તે ગાડી આખરે.”

આમ, આ પંક્તિઓ મારા મનમાં રમતી હતી ત્યાં જ મુંબઈથી ગાડી આવી રહી છે તેવી જાહેરાત થઈ. ગાડી ઊભી રહેતાં જ મુસાફરો પોતાના સામાન સાથે ઊતરવા તૈયાર થઈ ગયા અને ધક્કામુક્કી શરૂ થઈ.

ગાડીમાંથી સામાન સાથે ઊતરનારા મુસાફરો શાંતિથી ઊતરી શકતા ન હતા. તેમાં વળી કેટલાક કુલીઓ ધક્કા મારીને ડબ્બામાં ઘૂસવા લાગ્યા. બાળકો અને વૃદ્ધોની તો દશા બેઠી હતી.

એક ડબ્બામાંથી મારા મામા ઊતરતા હતા. મારી નજર તેમના ઉપર પડી. મારા કાકા અને તેમના પિરવારનું અમે સ્વાગત કર્યું. મારાં મમ્મી અને તેમની દીકરી તો મને ભેટી જ પડ્યાં !

અમે સ્ટેશન બહાર આવ્યાં અને ટેક્સીમાં બેસીને ઘેર આવ્યાં. મને વિચાર આવ્યો કે રેલવે દ્વારા મુસાફરો માટે સગવડો વધારવી જોઈએ અને લોકોએ પણ રેલવે-સ્ટેશને વ્યવસ્થા જાળવવી જોઈએ.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

રેલવે સ્ટેશન ની મુલાકાત નિબંધ ગુજરાતી

જો તમને આ visit to railway station essay in Gujarati નિબંધ પસંદ આવ્યો હોઈ તો તમારા મિત્ર સાથે share કરો.

I hope the above-provided essay would be helpful for you to understand the visit to railway station essay in Gujarati.

ViralGujaratiClick here
ગુજરાતી નિબંધ

Leave a Comment