વાળ વિશે માહિતી | Hair information in Gujarati

વાળ એ સ્તનધારી પ્રાણીઓ ની ચામડી પર જોવાં મળતું એક પ્રકારનો બાહ્ય વિકાસ (outer growth) છે.
તમે અમુક જીવજંતુ માં પણ જોયું હશે તેની ઉપર પણ વાળ જેવું હોઈ છે જેને તંતુમય વૃદ્ધિ કહેવાય છે.
વાળ ઘણા પ્રકાર ના હોઈ છે ખુબ મુલાયમ થી લઇ ને અમુક વાળ ખુબ સખ્ત(કઠણ) અને ધારદાર પણ હોઈ છે.
ઉદાહરણ તરીકે શાહુડી ના વાળ ધારદાર અને ડુક્કર(pig) ના વાળ થોડાક કઠણ જેવા હોઈ છે.

કુદરતે આ દુનિયા ના ખુબ ઠંડા પ્રદેશ માં વસતાં પ્રાણીઓ અને અન્ય જીવો માટે વાળ ખુબ ઉપયોગી બનાવ્યા છે. ઠંડી થી બચવા માટે આ વાળ ખુબ ઉપયોગી અને ગરમી વાળા પ્રદેશો માં અમુક પ્રાણીઓ માટે વાળ તેનાં શરીર ને તડકા થી બચાવે છે.

વાળ વિશે માહિતી | Hair information in Gujarati
વાળ વિશે માહિતી | Hair information in Gujarati

જયારે ખુબ જ ગરમી પડે છે ત્યારે શરીર માંથી ખુબ પરસેવો નીકળે છે. પરંતુ વાળ ના કારણે શરીર જલ્દી સુકાતું નથી. અમુક જીવો માટે વાળ તેનું રક્ષણ બીજા જીવો થી કરે છે.

વાળ ની રચના

વાળનો જે ભાગ ત્વચાની બહાર રહે છે તેને શેફ્ટ(sheft) કહેવામાં આવે છે. અને ત્વચાના ત્રણ જેટલા ભાગો છે.
સૌથી બહારના ભાગને ક્યુટિકલ (cuticle) કહેવામાં આવે છે.

ક્યુટિકલ(cuticle) ની નીચે એક કઠણ સ્તર હોય છે, જેને કોર્ટેક્સ (cortex) કહેવાય છે અને આચ્છાદનના નીચેના ભાગના મધ્ય ભાગને મેડ્યુલા (medulla) કહેવામાં આવે છે.

વાળનો જે ભાગ ત્વચાની અંદર રહે છે તેને વાળ નો મૂળ( root) કહેવામાં આવે છે. વિવિધ પ્રાણીઓમાં વાળ અલગ-અલગ ઝડપ વધે છે અમુક માં ધીમે અને અમુક માં ખુબ ઝડપ થી.

મનુષ્યોમાં વાળનો રંગ

કુદરત માં રહેલ રંગદ્રવ્યોના કારણે આપડા વાળ કાળા, ભૂરા અથવા લાલ થઈ શકે છે. આ રંગદ્રવ્ય કોર્ટેક્સના કોષોમાં જમા થાય છે. આપણા વાળ સફેદ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ તે શક્ય છે કે સફેદ વાળ નું કારણ વૃદ્ધત્વ, રોગ, ચિંતા, શોક, આઘાત અને ચોક્કસ વિટામિન્સની ઉણપને કારણે હોઈ શકે છે. ડોકટરોનું માનવું છે કે વાળનું સફેદ થવું એ વારસાગત પણ હોય શકે છે.

વાળ સંબંધિત રસપ્રદ તથ્યો અને માહિતી | Facts about hair in Gujarati

  1. માણસ ના માથા ઉપર લગભગ 100,000 થી 150,000 જેટલા વાળ હોય છે.
  2. આપણા વાળ ખૂબ જ ઝડપથી વધે છે.
  3. એક દિવસમાં આપણા ઓછામાં ઓછા 40-160 જેટલા વાળ ખરતા હોય છે.
  4. આપણા માથા પરના 90% જેટલા વાળ કોઈપણ સમયે વધતા રહે છે, અને 10% જેટલા બાકી રહે છે.
  5. ટકલા જેવું જયારે દેખાઈ જયારે આપણે આપણા ઓછામાં ઓછા 50% વાળ ગુમાવી દઈ ત્યારે.
  6. આપણા વાળ થાઈરોઈડ ના કારણે પણ ખરે છે.
  7. આયર્નની ઉણપ પણ આપણા વાળ ખરવાનું કારણ બને છે.
  8. આપણા વાળના ફોલિકલ્સ(hair follicles) ને વધારવાનો કોઈ રસ્તો નથી.
  9. આપણા વાળના ફોલિકલ્સમાં જયારે ચોક્કસ પિગમેન્ટની ઉણપને કારણે આપણા વાળ સફેદ થવા લાગે છે.
  10. દરરોજ આપણા વાળ ઓછામાં ઓછા 3-4 મિલીમીટર વધે છે.
  11. જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણા વાળને વધવા માટે સમય વધતો જાય છે.
  12. બાળકને જન્મ આપ્યા પછી, અમુક સ્ત્રીઓ ઘણા વાળ ગુમાવે છે.
  13. જો વાળ ખરી જાય તો તેની જ જગ્યાએ નવા વાળ ઉગે છે.
  14. ઉનાળામાં, સૂવાના સમયે અને 16-24 વર્ષની ઉંમરે આપણા વાળ ખૂબ જ ઝડપથી વધે છે.
  15. કાળા વાળમાં વધુ પ્રમાણ માં કાર્બન જોવા મળે છે.
  16. કાર્બન, ઓક્સિજન, નાઈટ્રોજન અને હાઈડ્રોજન જેવા તત્વો આપણા વાળમાં જોવા મળે છે.
  17. વાળ આપણા શરીરના દરેક ભાગમાં જોવા મળે છે સિવાય કે આપણા હાથની પાછળ, પગના તળિયા અને હોઠ.
  18. વાળનું આયુષ્ય ઓછામાં ઓછું 4 થી 7 વર્ષ જેટલી હોય છે.
ViralGujarati HomeClick here

Leave a Comment