ઓનલાઇન શિક્ષણ નિબંધ ગુજરાતી | online shikshan nibandh in gujarati

ઓનલાઇન શિક્ષણ નિબંધ ગુજરાતી | online shikshan nibandh in gujarati | ઓનલાઇન શિક્ષણ વરદાન કે અભિશાપ નિબંધ | ઓનલાઇન શિક્ષણ ના ગેરફાયદા નિબંધ | ઓનલાઇન શિક્ષણના લાભ ગેરલાભ નિબંધ | ઓનલાઇન શિક્ષણ ના ફાયદા અને ગેરફાયદા નિબંધ | કોરોનાની શિક્ષણ પર અસર નિબંધ.

ઓનલાઇન શિક્ષણ નિબંધ ગુજરાતી | ઓનલાઇન શિક્ષણના લાભ ગેરલાભ નિબંધ

કોરોના ની મહામારી ના કારણે દેશ માં શિક્ષણ કાર્ય બંધ છે. અને બાળકો નું શિક્ષણ ના બગડે અને બાળકો ને કોરોના થી બચાવવા માટે ઓનલાઇન શિક્ષણ જ એક વિકલ્પ છે. બધીજ શાળાઓ માં અત્યારે ઇન્ટરનેટ ના ઉપયોગ થી બાળકો ને ઓનલાઇન શિક્ષણ જ અપાય છે.

ઓનલાઇન શિક્ષણ થી બાળકો ઘરે રહીને જ શિક્ષણ મેળવી શકે છે. ઓનલાઇન શિક્ષણ માટે સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ કે ટેબ્લેટ વગેરે માં થી કોઈ પણ એક વસ્તુ ની જરૂર પડે છે. અને આની સાથે ઈન્ટરનેટ હોવું જરૂરી છે. સ્માર્ટ ફોન છે પણ ઈન્ટરનેટ નથી તો તમે ઓનલાઇન શિક્ષણ મેળવી શકો નહિ.

ઓનલાઇન શિક્ષણ નિબંધ ગુજરાતી or online shikshan nibandh in gujarati
ઓનલાઇન શિક્ષણ નિબંધ ગુજરાતી

ઈન્ટરનેટ થી ઝૂમ એપ, ગૂગલ મીટ(google meet), ગૂગલ ક્લાસરૂમ, ગૂગલ ડીઓ, સિસ્કો વેબેક્સ વગેરે જેવી એપ નો ઉપયોગ કરી ને શિક્ષકો ઓનલાઈન શિક્ષણ આપે છે.

બાળકો શિક્ષણ થી વંચિત ના રહે એના માટે ઓનલાઇન શિક્ષણ થી બાળકો ને શિક્ષા આપવા માં આવે છે. કોરોના મહામારી માં ઓનલાઇન શિક્ષણ એ ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવા માટે એક સારો વિકલ્પ બની ગયો છે.

ઓનલાઇન ક્લાસ માં બાળકો ને મુશ્કેલી હોય તો બાળકો એનું રેકોર્ડિંગ કરી ને બીજી વાર રેકોર્ડ કરેલું સાંભળી ને શીખી શકે છે. ઓનલાઇન શિક્ષણ થી સમય અને ખર્ચ બંને બચી શકે છે. ઓનલાઇન શિક્ષણ થી આવવા અને જવા માં જે સમય વપરાય છે તે બચી શકે છે. અને બચેલા સમય નો તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો.

ઓનલાઇન શિક્ષણ થી તમે ઘરે બેઠા કોઈ પણ કોર્ષ કરી શકો છો. ઓનલાઇન શિક્ષણ થી તમે હવે ઘરે બેઠા વિદેશ ની શિક્ષા પણ મેળવી શકો છો. એટલે ત્યાં જવા નો અને રહેવા નો જે ખર્ચ થાય છે તેને પણ બચાવી શકો છો. અને તમે તમારા પરિવાર સાથે રહી ને જ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી શકો છો. આમ, ઓનલાઇન શિક્ષણ થી સમય અને ખર્ચ બંને બચી શકે છે.

ઓનલાઇન શિક્ષણ થી ઘણા બાળકો વંચિત પણ રહે છે. કારણકે ઘણા બાળકો પાસે સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર નથી તેવા માં ઓનલાઇન શિક્ષા નથી લઇ શકતા. ઘણા શહેરો અને ગામડાઓ માં તો ઈન્ટરનેટ ની સુવિધા જ નથી જેના કારણે પણ બાળકો ઓનલાઇન ભણી શકતા નથી.

કેટલાક ઘરો માં બે કે ત્રણ બાળકો હોય છે અને સ્માર્ટ ફોન એક જ હોય છે. બધા ના માટે શક્ય નથી કે બાળકો દીઠ સ્માર્ટ ફોન લઇ શકે. આ કારણે પણ બાળકો શિક્ષા થી વંચિત રહે છે. ઘણી વાર સ્માર્ટ ફોન ની સુવિધા છે પણ છે નેટવર્ક ની ખરાબી ના કારણે પણ બાળકો ક્લાસ લઇ શકતા નથી.

ઓનલાઇન શિક્ષણ થી બાળકો ને શારીરિક રીતે પણ નુકસાન થાય છે. વારંવાર ફોન જોવા થી બાળકો ની આંખો ને નુકસાન થઈ શકે છે. હેડફોન્સ કાન માં ભરાવી સાંભળવા થી બાળકો ના કાન ને પણ નુકસાન થાય છે. આમ, ઓનલાઇન આંખો ખરાબ થાય શિક્ષણ ના ફાયદા સાથે ગેરફાયદા પણ જોડાયેલા છે.

કોરોના ની મહામારી ના કારણે બાળકો ને ઓનલાઇન શિક્ષણ તો મળે છે પણ રમતગમત, યોગા, પ્રતિયોગિતા થી બાળક વંચિત રહે છે. શાળા માં આ સિવાય અનેક પ્રવૃતિઓ પણ થતી હોય છે એના થી પણ બાળકો વંચિત રહે છે. પણ, આ કોરોના ની મહામારી ના કારણે આપણી પાસે બાળકો ને શિક્ષણ આપવા નો બીજો કોઈ વિકલ્પ જ નથી. આમ, ઓનલાઇન શિક્ષણ થી ફાયદા અને ગેરફાયદા બંને છે.

Read also: 15 મી ઓગસ્ટ નિબંધ ગુજરાતી

Read Also: ઉનાળાની બપોર નિબંધ

ઓનલાઇન શિક્ષણ નિબંધ

ઓનલાઇન શિક્ષણ essay std 9 તેમજ ઓનલાઇન શિક્ષણ essay std 8 અને ઓનલાઇન શિક્ષણ નિબંધ, ઓનલાઇન શિક્ષણ ગુજરાતી essay std 10 માટે પણ ઉપયોગી છે.

ViralGujaratiClick here

Leave a Comment