Gujarat na jilla 2023 | Gujarat District For GPSC: અહીં નીચે Gujarat na jilla 2023 સંબધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં ગુજરાતનાં સ્થાપના સમયના જિલ્લાઓ, કયા જિલ્લા માંથી કયો નવો જિલ્લો બન્યો, અલગ અલગ મુખ્યમંત્રીના સમયમાં કયો જિલ્લો બન્યો, નદી & રાજાઓ ઉપરથી Gujarat na jilla na nam નામ હોય તે જિલ્લાના નામની યાદી ની માહિતી, જિલ્લાઓનું નામ અને તેનું મુખ્ય મથકનું નામ અલગ હોય તેવા જિલ્લાઓની યાદી અને છેલ્લે ગુજરાતમાં તમામ જિલ્લાઓની વિસ્તૃત માહિતી સાથે જિલ્લાની mcq અને મહત્વપૂર્ણ પ્રશ્નો પણ અહીં નીચે આપવામાં આવી છે.
Gujarat na jilla 2023 | ગુજરાત ના જિલ્લા 2023
ગુજરાતની સ્થાપના સમયે એટલે કે 1 મે, 1960ના રોજ ગુજરાતમાં 17 જિલ્લા અને 185 જેટલા તાલુકા હતા.

ગુજરાતની સ્થાપના સમયના જિલ્લાઓ:
1). કચ્છ
2). ભાવનગર
3). રાજકોટ
4). જુનાગઢ
5). જામનગર
6). અમરેલી
7). સુરેન્દ્રનગર
8). અમદાવાદ
9). વડોદરા
10). બનસાકાંઠા
11). મહેસાણા
12). સુરત
13). ભરુચ
14). સાબરકાંઠા
15). ડાંગ
16). ખેડા
17). પંચમહાલ
ગુજરાતની સ્થાપના બાદ નવા જિલ્લાની રચના
ગુજરાતની સ્થાપના બાદ નવા જિલ્લાઓની રચના જેમાં 1964માં ગાંધીનગર જિલ્લાનો
▶️ 1966માં વલસાડ જિલ્લાનો,
▶️ તેમજ 1997માં પોરબંદર, દાહોદ, આણંદ, નવસારી અને નર્મદા જિલ્લાનો,
▶️ 2000માં પાટણ જિલ્લાનો
▶️ 2007માં તાપી જિલ્લાનો
- 2013માં મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ, મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી નો સમાવેશ થતાં હાલ વર્તમાનમાં 33 જિલ્લા અને કુલ 251 તાલુકા ગુજરાતમાં આવેલ છે.
કયા જિલ્લામાંમાંથી કયો કયો જિલ્લો બન્યો
નવો જિલ્લો | વર્ષ | કયા જિલ્લામાંથી બન્યો |
---|---|---|
ગાંધીનગર | 1964 | અમદાવાદ અને મહેસાણા |
વલસાડ | 1966 | સુરત |
દાહોદ | 1997 | પંચમહાલ |
નર્મદા | 1997 | ભરુચ |
નવસારી | 1997 | વલસાડ |
પોરબંદર | 1997 | જુનાગઢ |
આણંદ | 1997 | ખેડા |
પાટણ | 2000 | મહેસાણા અને બનાસકાંઠા |
તાપી | 2007 | સુરત |
મહીસાગર | 2013 | પંચમહાલ, ખેડા |
અરવલ્લી | 2013 | સાબરકાંઠા |
છોટા ઉદેપુર | 2013 | વડોદરા |
દેવભૂમિ દ્વારકા | 2013 | જામનગર |
બોટાદ | 2013 | ભાવનગર અને અમદાવાદ |
મોરબી | 2013 | જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર |
ગીર-સોમનાથ | 2013 | જુનાગઢ |
કયા મુખ્યમંત્રીના સમયમાં કયા કયા જિલ્લાની રચના થઈ
મુખ્યમંત્રી | તેના સમયના બનેલા જિલ્લા |
---|---|
શ્રી બળવંતરાય મહેતા | ગાંધીનગર |
શ્રી હિતેન્દ્રભાઈ દેસાઇ | વલસાડ |
શ્રી શંકરસિંહ વાઘેલા | દાહોદ, નર્મદા, પોરબંદર, આણંદ અને નવસારી |
શ્રી કેશુભાઈ પટેલ | પાટણ |
શ્રી નરેન્દ્ર મોદી | તાપી (2007) |
શ્રી નરેન્દ્ર મોદી | મહીસાગર, છોટા-ઉદેપુર, અરવલ્લી, બોટાદ, ગીર-સોમનાથ, મોરબી અને દેવભૂમિ દ્વારકા (2013) |
- ડાંગ, કચ્છ અને અમરેલી આ 3 જિલ્લા એવા છે કે જેમાંથી કોઈ પણ નવા જિલ્લાની રચના કરવામાં આવી નથી કે તેની સીમામાં પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નદીના નામ પરથી Gujarat na jilla ના નામ
નદીનું નામ | જિલ્લાનું નામ |
---|---|
મહી | મહીસાગર |
બનાસ | બનાસકાંઠા |
સાબરમતી | સાબરકાંઠા |
નર્મદા | નર્મદા |
તાપી | તાપી |
રાજાના નામ પરથી ગુજરાતના જિલ્લાના નામ
રાજાનું નામ | જિલ્લાનું નામ |
---|---|
ભાવસિંહજી | ભાવનગર |
જામ સાહેબ | જામનગર |
સુરેન્દ્રસિંહજી | સુરેન્દ્રનગર |
નરેશ અમરવલ્લી | અમરેલી |
અહમદશાહ | અમદાવાદ |
Gujarat na jilla 2023 ના મુખ્યમથકો | gujarat na jilla ane vadu mathak
ગુજરાત રાજ્યમાં હાલ કુલ 33 જિલ્લા છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે:
ગુજરાત ના જિલ્લા ના નામ | જિલ્લાનું વડુ મથક | સ્થાપના વર્ષ |
---|---|---|
અમદાવાદ | અમદાવાદ | 1960 |
અમરેલી | અમરેલી | 1960 |
આણંદ | આણંદ | 1997 |
અરવલ્લી | મોડાસા | 2013 |
બનાસકાંઠા | પાલનપુર | 1960 |
ભરૂચ | ભરુચ | 1960 |
ભાવનગર | ભાવનગર | 1960 |
બોટાદ | બોટાદ | 2013 |
છોટાઉદેપુર | છોટાઉદેપુર | 2013 |
દાહોદ | દાહોદ | 1997 |
ડાંગ | આહવા | 1960 |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 2013 |
ગાંધીનગર | ગાંધીનગર | 1964 |
ગીર સોમનાથ | વેરાવળ | 2013 |
જામનગર | જામનગર | 1960 |
જુનાગઢ | જુનાગઢ | 1960 |
કચ્છ | ભુજ | 1960 |
ખેડા | નડિયાદ | 1960 |
મહીસાગર | લુણાવાડા | 2013 |
મહેસાણા | મહેસાણા | 1960 |
મોરબી | મોરબી | 2013 |
નર્મદા | રાજપીપળા | 1997 |
નવસારી | નવસારી | 1997 |
પંચમહાલ | ગોધરા | 1960 |
પાટણ | પાટણ | 2000 |
પોરબંદર | પોરબંદર | 1997 |
રાજકોટ | રાજકોટ | 1960 |
સાબરકાંઠા | હિમ્મતનગર | 1960 |
સુરત | સુરત | 1960 |
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | 1960 |
તાપી | વ્યારા | 2007 |
વડોદરા | વડોદરા | 1960 |
વલસાડ | વલસાડ | 1966 |
અહીં નીચે Gujarat na jilla નું નામ અને તેના મુખ્ય મથકનું નામ અલગ અલગ જ છે તેનું આપેલું છે. ફક્ત તેવા જ જિલ્લાઓના મુખ્ય મથકો આપ્યા છે.
- ગુજરાતનાં 33 જિલ્લાઓમાંથી 21 જિલ્લાઓના નામ અને મુખ્ય મથકના નામ સરખા જ છે. જ્યારે 12 જિલ્લાઓના નામ અને મુખ્ય મથકોના નામ અલગ-અલગ છે.
જિલ્લાનું નામ | મુખ્ય મથક |
---|---|
કચ્છ | ભુજ |
ગીર સોમનાથ | વેરાવળ |
દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા |
ખેડા | નડિયાદ |
અરવલ્લી | મોડાસા |
સાબરકાંઠા | હિંમતનગર |
નર્મદા | રાજપીપળા |
પંચમહાલ | ગોધરા |
તાપી | વ્યારા |
બનાસકાંઠા | પાલનપૂર |
ડાંગ | આહવા |
મહીસાગર | લુણાવાડા |
ગુજરાતના જિલ્લા અને તેની સરહદો | Gujarat district list 2023
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
કચ્છ | મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા |
સૌરાષ્ટ્રના જિલ્લા | Saurashtra na jilla na nam
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
ભાવનગર | અમરેલી, બોટાદ અને અમદાવાદ |
રાજકોટ | બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, જામનગર અને મોરબી |
જામનગર | રાજકોટ, મોરબી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા |
બોટાદ | ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ |
અમરેલી | ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ અને ગીર-સોમનાથ |
જૂનાગઢ | અમરેલી, રાજકોટ, ગીર-સોમનાથ અને પોરબંદર |
પોરબંદર | જુનાગઢ, જામનગર, રાજકોટ અને દેવભૂમિ-દ્વારકા |
સુરેન્દ્રનગર | અમદાવાદ, કચ્છ, પાટણ, મહેસાણા, બોટાદ, રાજકોટ અને મોરબી |
મોરબી | કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર |
દેવભૂમિ દ્વારકા | જામનગર અને પોરબંદર |
ગીર-સોમનાથ | અમરેલી અને જુનાગઢ |
ઉત્તર-ગુજરાતના જિલ્લા | Uttar gujarat na jilla
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
ગાંધીનગર | અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા અને અરવલ્લી |
મહેસાણા | સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને પાટણ |
પાટણ | કચ્છ, મહેસાણા, બનાકાંઠા અને સુરેન્દ્રનગર |
અરવલ્લી | મહીસાગર, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા |
બનાસકાંઠા | મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છ |
સાબરકાંઠા | બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી |
મધ્ય ગુજરાતના જિલ્લા | Madhya gujarat district list
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
અમદાવાદ | ગાંધીનગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, મહેસાણા અને ખેડા |
વડોદરા | છોટા-ઉદેપુર, ખેડા, આણંદ, ભરુચ, આણંદ અને પંચમહાલ |
ખેડા | અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, વડોદરા, આણંદ, અરવલ્લી અને પંચમહાલ |
મહીસાગર | ખેડા, પંચમહાલ, અરવલ્લી અને દાહોદ |
આણંદ | ભરુચ, વડોદરા, ખેડા અને અમદાવાદ |
દાહોદ | છોટાઉદેપુર, મહીસાગર અને પંચમહાલ |
દક્ષિણ ગુજરાતના જિલ્લા | South gujarat district list
જિલ્લાનું નામ | તેની સરહદે આવેલા જિલ્લા |
---|---|
સુરત | ભરુચ, નવસારી, તાપી અને નર્મદા |
તાપી | નર્મદા, સુરત, નવસારી અને ડાંગ |
ભરુચ | વડોદરા, સુરત, નર્મદા અને આણંદ |
નર્મદા | સુરત, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી |
નવસારી | સુરત, તાપી, વલસાડ અને ડાંગ |
ડાંગ | તાપી અને નવસારી |
વલસાડ | નવસારી |
ViralGujarati | Click here |
Faq’s for Gujarat na jilla 2023
Q1. gujarat na jilla ketla ?
Answer: 33
Q 2. gujarat na jilla ketla che ?
Answer: gujarat na jilla 33 che.
Q 3. How many districts are there in Gujarat?
Answer: The western Indian state of Gujarat has 33 districts.
Q 4. largest district of Gujarat
Answer: largest district of Gujarat is Kutch. it is the largest district in Gujarat
Q 5. Which is the second largest district in Gujarat?
Ans: Ahmedabad: 7,170 Area (km2)