ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારત નો વારસો સ્વાધ્યાય ના જવાબ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારત નો વારસો સ્વાધ્યાય ના જવાબ | std 10 s.s ch 1 swadhyay solution | std 10 samajik vigyan chapter 1 swadhyay.

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારત નો વારસો સ્વાધ્યાય ના જવાબ | bharat no varso સ્વાધ્યાય | gseb solutions

ધોરણ ૧૦ સામાજિક વિજ્ઞાન પ્રકરણ ૧ ભારતનો વારસો.

પ્ર-1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો:

પ્રશ્ન 1. આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.
જવાબ:

 • આર્યોએ ભારતને ભવ્ય અને સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે.
 • આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા.
 • આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્યો, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા.
 • આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી. તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું
 • તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ ની રચના કરી હતી. સમય જતા જતા તેમાંથી યજ્ઞયાગાદિ ધાર્મિક ક્રિયાઓ આખા ભારતમાં શરૂ થઇ હતી.
 • આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી.
 • તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું.
 • આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું.

પ્રશ્ન 2. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
જવાબ:

 • સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો નો આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચત્તમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો
 • સંસ્કૃતિ એટલે ‘ગુફા થી ઘર’ સુધીની માનવજાત ની વિકાસયાત્રા.
 • સંસ્કૃતિમાં કોઇ પણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલી નો સમાવેશ થાય છે.
 • સંસ્કૃતિમાં વિચારો, બુધ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે.
 • સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત.
 • દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા-જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે.
 • મહાન રશિયન સમાજશાસ્ત્રી બી. મેલીનોનોશ્રુટ્ટીના માટે સંસ્કૃતિ એટલે માનવમન નું ખેડાણ.

પ્રશ્ન ૩. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો’ – સવિસ્તાર સમજાવો.
જવાબ:

સાંસ્કૃતિક મહોત્સવો : પોળો (વિજયનગર), પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ (અમદાવાદ), તાના-રીરી મહોત્સવ (વડનગર), ઉતરાર્ધ-નૃત્ય મહોત્સવ (મોઢેરા), રણોત્સવ (કચ્છ) વગેરે.

બૌદ્ધ અને જૈન ધર્મની ગુડ઼ાઓ : ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુકાઓ આવેલી છે.

ધાર્મિક સ્થળો : દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદ્ગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગોં પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળીનું મંદિર (પાવાગઢ), જૈન તીર્થ (પાલિતાણા) વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થસ્થનો છે.

મેળાઓ : મેળાઓમાં મોઢેરાનો મેળો (મહેસાણા), ભાદરવી પૂનમનો મેળો (અંબાજી), ભવનાથનો મેળો (ગિરનાર), તરણેતરનો મેળો (તરણેતર) અને વૌઠાનો મેળો (ધોળકા) મુખ્ય છે.

વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢ માં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રૂદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, સિદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, નગીના વાડી વગેરે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે.

પ્ર-2. નીચેના પ્રશ્નોના ઉત્તરમુદ્દાસર લખો:

પ્રશ્ન: 1. ભારતીય વારસાનાં જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય કરજો જણાવો.
જવાબ:

આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃધ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી.

દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.

દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ-પંખીઓ સહીત કુદરતી પર્યાવણનું જતન અને સંવર્ધન કરવું.

ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓની શુધ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે હિંસાનો ત્યાગ કરવો.

આપણા બંધારણમાં અનુચ્છેદ 1 (ક) માં ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં (છ), (૪) અને (ટ) એટલે (6) , (7) અને (9) માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે.

આપણા સાંસ્કૃતિ વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું.

પ્રશ્ન: 2. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.
જવાબ:

પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે.

ભારતના પ્રાકૃતિક વારસામાં ઉંચા પર્વતો, જંગલો, ઝરણાં, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણપ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે.

આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે.

ભારતના ભૂમિદ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનીજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે.

હવામાનનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે.

પ્રાકૃતિક વારસો એટલે “પ્રકૃતિ પર્યાવરણ અને માનવજીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે.

પ્રશ્ન: 3. ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો.
જવાબ:

ભારતના સાંસ્કૃતિ વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, ગુંજબો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા સ્થળોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ભાષા, લિપિ, અંડો, શૂન્ય, ગણિત, ધાતુ, ધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે.

સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા-કૌશલ્ય વડે જે કઈ સજર્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિ વારસો કહેવાય છે.

ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દા. ત. શિલ્પ કંડારવાની કળા ને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે.

મૌર્યયુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુધ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પ્રવર્તમાન વાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃધ્ધિના દર્શન કરાવે છે.

પ્ર-3. નીચેના પ્રશ્નનાના ઉત્તરટૂંકમાં લખોઃ

પ્રશ્ન: 1. આર્ય પ્રજા અન્ય ક્યા નામે ઓળખાય છે?
જવાબ:

– આર્ય પ્રજા નોડિર્ક નામે ઓળખાય છે.

પ્રશ્ન: 2. નેગ્રીટો (હબસી) પ્રજા વિશે ટૂંકી માહિતી આપો.
જવાબ:

– શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઉંચાઈ અને માથે વાંકળિયા વાળ એ નેગ્રીટો અથવા નીગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે.

– નેગ્રીટો અથવા નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાન થઇને ભારતમાં આવ્યા હતા.

પ્રશ્ન: 3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં ક્યાં ક્યાં પ્રાણીઓ દર્શાવાયેલા છે?
જવાબ:

– ભારતની રાષ્ટ્રમુદ્રામાં ચાર સિંહો, ઘોડો,હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલ છે.

પ્ર-4. દરેક પ્રશ્નનોનીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.

પ્રશ્ન 1. “લોકમાતા” શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે?

(A) ભારત
(B) પ્રકૃતિ
(C) નદીઓ
(D) પનિહારીઓ

જવાબ: (A) ભારત

પ્રશ્ન 2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?

(A) શારદા પીઠ – સોમનાથ
(B) પોળો ઉત્સવ – વડનગર
(C) ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ – મોઢેરા
(D) સિદી સૈયદની જાળી – ભાવનગર

જવાબ: (C) ઉતરાર્ધ નૃત્ય મહોત્સવ – મોઢેરા

પ્રશ્ન ૩. દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઇ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

(A) હિન્દી
(B) તમિળ
(C) કન્નડ
(D) મલયાલમ

જવાબ: (A) હિન્દી

ViralGujaratiClick here

Leave a Comment